આજના સમયમાં ભારતના નાગરિક માટે આધારકાર્ડ એ જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે તમે ગમે તે જગ્યાએ જાવ તો તમારે આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત બની ગયું છે.તમારા બધા પાસે આધારકાર્ડ તો હશે જ પણ અમુક સર્વિસ એવી હોઈ કે ખાલી આધાર કાર્ડ હોવાથી ચાલતું નથી તેની સાથે મોબાઇલ નંબર પણ લિંક હોવા જોઈએ.
આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહી તે કેવી રીતે ચેક કરવું
જો આધારકાર્ડ માં મોબાઇલ નંબર લિંક છે કે નહિ કે પછી કયો નંબર લિંક છે તે તમને ખબર નથી તો આજ ના આર્ટિકલ માં તમને એ જ જાણવા મળશે કે તમે કેવી રીતે જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ માં કયો મોબાઇલ નંબર લિંક છે.
આ પણ વાંચો : આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની સરળ પ્રક્રિયા તમારું આધાર કાર્ડ સાથે બેંક અકાઉંટ લિંક છે? જો નથી તો આવી રીતે કરો
1) સૌપ્રથમ તમારે આધાર કાર્ડ ની વેબસાઈટ પર જવાનું રહેશે www.uidai.gov.in
2) ત્યારબાદ તમારે verify an Aadhar પર ક્લિક કરવાનું રહેશે.
3) verify an Aadhar પર ક્લિક કરી નવું પેજ ખુલશે જેમાં તમારે તમારા આધાર કાર્ડ ના નંબર નાખવાના રહેશે અને સિકયુરિટી માટે Captcha ભરવાનો રહેશે. અને Proceed to Verify પર ક્લિક કરવાનું રહેશે.
4) અને પછી નવું પેજ ખુલશે જેમાં તમને જોવા મળશે કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક છે કે નહિ અથવા લિંક છે તો કયો મોબાઇલ નંબર લિંક છે. તે તમે જોઈ શકો છો
તો આવી રીતે તમે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડ સાથે કયા મોબાઈલ નંબર લિંક છે અથવા લિંક છે કે નહીં. જો તમારે વિડીયો જુઓ હોય તો નીચે વિડીયો આપેલો છે તમે તે ચેક કરો.
આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક છે કે નહીં તેનો વિડીયો જુઓ
આ પણ વાંચો :