vahli dikri yojana information in gujarati, vahli dikri yojana form pdf download, vahli dikri yojana gujarat Apply Online,સોગંદનામું રદ વ્હાલી દીકરી યોજના
આપણે બધા નાગરિકો જાણીએ છીએ કે આપણા દેશમાં નાગરિકોને મદદ પૂરી પાડવા માટે ઘણી પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવે છે, તેવી જ રીતે ગુજરાત સરકારે ઓગસ્ટ 2019 ના મહિનામાં રાજ્યના નાગરિકોને મદદ કરવા માટે વ્હાલી દીકરી યોજના (Vahli Dikri Yojana Gujarat) ની જાહેરાત કરી હતી.
આ લેખમાં વહાલી દીકરી યોજના વિશેની માહિતી જાણવા મળશે જેમ કે યોજનાની પાત્રતા, જરૂરી દસ્તાવેજો, અરજી કરવાની પ્રક્રિયા, યોજનાના લાભો અને અન્ય ઘણી સંબંધિત વિગતો. જેથી આ આર્ટીકલ અંત સુધી વાંચજો.
વહાલી દીકરી યોજના શું છે?| Vahali Dikri Yojana in Gujarati
ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની છોકરીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ઓગસ્ટ 2019 માં વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે. રાજ્ય સરકારે ગુજરાતની છોકરીઓ માટે આ યોજના શરૂ કરી છે, જેમાં લાભાર્થીઓને રૂ .110000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવશે.
ગુજરાત સરકારની આ પહેલ અન્ય રાજ્યો માં પણ કરવામાં આવી છે જેવી કે હરિયાણા લાડલી યોજના, કર્ણાટક ભાગ્યશ્રી યોજના, રાજસ્થાન રાજ શ્રી યોજના, મહારાષ્ટ્ર માંઝી કન્યા ભાગ્યશ્રી યોજના, મધ્યપ્રદેશ લાડલી લક્ષ્મી યોજના અને પશ્ચિમ બંગાળ કન્યા પ્રકલ્પ યોજના જેવી જ છે.
Vahli Dikri Yojana Gujarat Highlight
યોજના નું નામ | વ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana) |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર |
યોજના નો ઉદેશ્ય | કન્યા બાળજન્મને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવી |
યોજના ના લાભાર્થીઓ | ગુજરાત ની દીકરીઓ |
અરજી નો પ્રકાર | ઓફલાઈન |
Official Website | https://wcd.gujarat.gov.in |
ગુજરાત વ્હાલી દીકરી યોજનાનો ઉદ્દેશ
Vahali Dikri Yojana નો ઉદેશ્ય જન્મ ગુણોત્તર સુધારવા, છોકરીઓના શિક્ષણનું પ્રમાણ વધારવા, છોકરીઓનું ભવિષ્ય બચાવવા અને બાળજન્મને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર છોકરીઓના માતા -પિતાને આર્થિક સહાય આપશે.
વ્હાલી દીકરી યોજના હેઠળ પરિવારની પ્રથમ અને બીજી પુત્રીઓને પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગુજરાત વહાલી દીકરી યોજના ચોક્કસપણે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવશે, છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપશે અને ઉચ્ચ શિક્ષણ અને છોકરીઓના લગ્ન માટે પૂરતી રકમ આપશે.
- મહિલા સશક્તિકરણ.
- છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરો.
- શાળાઓમાંથી છોકરીઓના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો.
- સમગ્ર રાજ્યમાં છોકરીઓ ના પ્રમાણમાં સુધારો.
- બાળલગ્ન અટકાવવા માટે
આ પણ વાંચો :
વહાલી દીકરી યોજના ના ફાયદા અને વિશેષતાઓ – Vahli Dikri Yojana Benefits in Gujarati
- સંપૂર્ણપણે સરકારી ભંડોળ ધરાવતી યોજના
- ઓફલાઇન અરજી પ્રક્રિયા
- રૂ .110000/- ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવશે
- Vahali Dikri Yojana માટે લાભો સીધા લાભાર્થી ના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે
વ્હાલી દીકરી યોજના નો લાભ ત્રણ હપ્તા માં ચુકવવામાં આવશે
વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને કુલ રૂ.110000 ની સહાય ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે .
પહેલો હપ્તો
- દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ સાથે રૂ. 4000
બીજો હપ્તો
- દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000
ત્રીજો હપ્તો
- ત્રીજો અને છેલ્લો હપ્તો દીકરી જયારે 18 વર્ષની થાય ત્યારે અને લગ્ન કરવા માટે રૂ.100000 ની સહાય મળશે.
ગુજરાત વ્હાલી દીકરી યોજના નો લાભ કોણ કોણ લઇ શકે ? – Eligibility of Vahli Dikri Yojana Gujarat
- પરિવારની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને Vahali Dikri Yojana નો લાભ મળવાપાત્ર રહેશે
- 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી દીકરીઓ જ આ યોજના નો લાભ લઇ શકે (vahali dikri yojana age limit)
- દીકરી ના સમયે માતા ની ઉમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જરૂરી છે
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ | Vahali Dikri Yojana Documents Gujarati
- બેંક એકાઉન્ટ પાસબુક
- દીકરી નું જન્મ પ્રમાણપત્ર
- ડોમિસાઇલ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- માતાપિતાની ઓળખનો પુરાવો
- ફોટોગ્રાફ
વહાલી દીકરી યોજના ફોર્મની પ્રક્રિયા – Vahli Dikri Yojana form Process
ગુજરાત વ્હાલી દીકરી યોજના માટે અરજી ફોર્મ ઓનલાઈન અથવા ઓફલાઈન હોઈ શકે છે. માહિતી અનુસાર, સરકાર ઓનલાઇન અને ઓફલાઇન બંને અરજીઓ સ્વીકારશે અને આ યોજના માટે એક અલગ સત્તાવાર વેબસાઇટ પણ શરૂ કરવામાં આવશે. vahli dikri yojana form online apply કરવાની પ્રક્રિયામાં સામેલ સામાન્ય પગલાં છે
ગુજરાત વહાલી દીકરી યોજના માટે અરજી કેવી રીતે કરવી ?
જો તમે Vahali Dikri Yojana યોજના હેઠળ ઓફલાઈન અરજી કરવા માંગતા હો, તો તમારે નીચે આપેલા પગલાંને અનુસરવું પડશે:-
વ્હાલી દીકરી યોજના ના ફોર્મ વિનામૂલ્યે ગ્રામ પંચાયત અને બાલ અધિકારીશ્રી ની કચેરી અથવા આંગણવાડી કેન્દ્ર અથવા CDPO ( ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિશર કચેરી) થી મળી જશે.
વહાલી દીકરી યોજના ફોર્મ pdf – vahli dikri yojana form PDF Download
વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઇન અરજી – vahali dikri yojana gujarat online apply
- જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાં જઈને ત્યાં VCE ઓપરેટર હશે તે ઓનલાઈન અરજી કરી આપશે.
- અને જો શહેરમાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરી એ જઈને અરજી કરાવી શકો છો.
- પછી તમારે જરૂરી ડોક્યુમેન્ટ તે ઓપરેટરને આપવાના રહેશે અને ત્યારબાદ તે તમને ઓનલાઇન અરજી કરી આપશે.
- અને પછી તે ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ તમને આપશે તે તમારે સાચવીને રાખવાની રહેશે.
- તમારું ફોર્મ જમા કરાવ્યા પછી વધુ માં વધુ 45 દિવસ માં તમારું ફોર્મ માં મંજુર થાય છે કૈં નામંજુર થાય છે એ તમને જાણ કરી દેવામાં આવશે
વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું
વ્હાલી દીકરી યોજના 2022 માં યોજના માટે લોકો એ સોગંદનામું કરાવવું પડતું હતું પરંતુ હવે તે સોગંદનામું રદ કરી ને સવાઘોષણા પત્ર નો સમાવેશ કર્યો છે.
આ લેખ માત્ર માહિતી ના હેતુ થી અને લોકો ને મદદ મળી શકે તેને માટે બનાવામાં આવ્યો છે જો તમારે આ યોજના હેઠળ કોઈપણ જાત ની વધુ માહિતી (vahli dikri yojana information in gujarati) જોઈતી હોઈ તો તમે નજીક ના આંગણવાડી કેન્દ્ર માં ગ્રામ પંચાયત માં અથવા બાલ અધિકારીશ્રી ની કચેરી થી માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો :
- ઘરે બેઠા ઓનલાઇન ચૂંટણી કાર્ડ બનાવો?
- એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો
- આયુષ્માન ભારત કાર્ડ કેવી રીતે કઢાવવું
- માત્ર 5 મિનિટ માં ઈ શ્રમ કાર્ડ બનાવો અને ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક્સ
Vahali Dikri Yojana official website | https://wcd.gujarat.gov.in |
vahali dikri yojana form pdf Download | ડાઉનલોડ કરો |
vahali dikri yojana helpline number | 079-232-57942 |
યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
પ્રશ્ન. 1 : વહાલી દીકરી યોજના હેઠળ મદદ ની રકમ કેટલી છે?
જવાબ : વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને કુલ રૂ.110000 ની સહાય ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે.
પ્રશ્ન. 2 : વહાલી દીકરી યોજના માટે કેટલા વર્ષ ની દીકરીને લાભ મળવાપાત્ર રહેશે?
જવાબ : તા.૦૨/૦૮/૨૦૧૯ (તા.૦૧/૦૮/૨૦૧૯ મધ્યરાત્રી ૧૨:૦૦ કલાક પછી) કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે.
પ્રશ્ન. 3 : એક દંપતિની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?
જવાબ : દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે
પ્રશ્ન. 4 : વહાલી દીકરી યોજના આવક મર્યાદા શું છે?
જવાબ : કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
This comment has been removed by a blog administrator.