રોકાણ કર્યા વગર ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવવા? | Earn Money Online Without Investment Through Mobile in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

આજના ઇન્ટરનેટના સમયમાં ઘણા લોકો Mobile દ્વારા ઘણી કમાણી કરી રહ્યા છે અને ઘણા લોકો મોબાઈલમાં જ બિનજરૂરી કામો કરતાં હોય છે અને તેના કારણે તેમનો ઘણો સમય પસાર થઈ જતો હોય છે.

આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે પોતાના Mobile અને Internet નો ઉપયોગ કરીને અને કોઈ પણ રોકાણ કર્યા વગર ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવવા? (Make Money Online without Investment In Gujarati).

#Ad

અમે જે રીત તમને જણાવી રહ્યા છે તેમાં તમારે પોતાનો સમય આપવો પડશે અને તમારે તે કામ શીખવું પણ પડશે જેના દ્વારા તમે પોતાના મોબાઇલ દ્વારા પૈસા કમાઈ શકો છો.

Earn Money Online Without Investment

કોઈ પણ રોકાણ વગર મોબાઇલ થી ઓનલાઈન પૈસા કમાવવાની રીત – Make Money Online without Investment using Mobile

1. યુટ્યુબ – Youtube

યુટ્યુબ પર પૈસા કમાવવાનો ખૂબ જ સરળ રસ્તો છે. તમને જે વિષયમાં રસ હોય એ વિષય પર તમે ચેનલ બનાવો અને તેમાં વિડિયો અપલોડ કરો. તમે જેમ વિડિયો અપલોડ કરતાં જશો એમ તમારા વિડિયો લોકો સુધી પહોચશે અને જો બધાને તમારા વિડિયો ગમશે તો તેઓ તમારી ચેનલને સબ્સક્રાઈબ પણ કરશે.

તમારે પોતાની ચેનલમાં 1000 સબ્સક્રાઇબરની જરૂર પડે છે અને 4000 કલાક વોચટાઈમની જરૂર પડે છે, આ પૂર્ણ કર્યા બાદ તમારી ચેનલને યુટ્યુબ દ્વારા ચેક કરવામાં આવશે અને જો વિડિયો તમારા પોતાના હોય અને ખૂબ સારી વેલ્યૂ લોકોને મળતી હોય તો તમારી ચેનલને યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ કરવામાં આવશે.

#Ad

જો તમારી યુટ્યુબ ચેનલ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ થશે ત્યારે તમારા વિડિયો ઉપર Advertisment ચાલુ થઇ જશે અને તમને તેનાથી પૈસા મળશે.

હવે તમે તમારી ચેનલ દ્વારા કેટલા પૈસા કમાઈ શકશો એ તમારા ચેનલ પર આવતા જોવાવાળા લોકોની સંખ્યા અને તમે કેવા વિડિયો, કયા વિષય પર બનાવો છો અને આના જેવા ઘણા માપદંડો દ્વારા તમારી કમાણી નક્કી થાય છે.

ઓછામાં ઓછા 100 ડોલર થશે એટલે તમે તમારા યુટ્યુબ ચેનલની કમાણીને ગૂગલ એડસેન્સ દ્વારા પોતાના બેન્ક એકાઉન્ટમાં લઈ શકશો.

યાદ રાખો કે યુટ્યુબ ચેનલને પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ કરવા માટે તમારે Google Adsense વિશે જાણવું પડશે જેના દ્વારા તમે તમારી ચેનલને યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ કરી શકશો.

#Ad

આ પણ વાંચો : યુટ્યુબ પર પૈસા કમાવવાના 8 રસ્તા

2. બ્લોગિંગ – Blogging

તમે જ્યારે ગૂગલ પર કોઈ માહિતી સર્ચ કરો છો તો તમને ઘણા બધા વેબસાઈટ જોવા મળે છે. તો આ વેબસાઈટ માં આર્ટીકલ પણ આપણાં જેવા સામાન્ય લોકો લખતા હોય છે.

બ્લોગિંગમાં તમારે પોતાનો એક બ્લોગ કે વેબસાઇટ બનાવવાની હોય છે અને તેમાં તમારે પોતાના આર્ટીકલ પબ્લિશ કરવાના હોય છે. જો તમે ઉપયોગી ટોપિક પર આર્ટીકલ લખશો અને લોકો તેવી માહિતીને ગૂગલમાં સર્ચ કરતાં હશે તો તમારા બ્લોગ કે વેબસાઇટ પર લોકો આવશે.

જો તમારા આર્ટીકલને વાંચવા માટે વાંચકો આવતા હોય તો તમે પોતાના બ્લોગ કે વેબસાઇટ માટે Google Adsense નું Aprooval લઈ શકો છો જેના દ્વારા તમે પોતાની વેબસાઇટ કે બ્લોગમાં પોતાના યુઝરને જાહેરાત (Advertisment) બતાવીને પૈસા કમાવી શકો છો.

#Ad

આના માટે તમારે SEO, WordPress, Google Adsense અને ક્વોલિટી લખાણ કેવી રીતે લખવું તેના વિશે શીખવું પડશે.

3. એફિલિએટ માર્કેટિંગ – Affiliate Marketing

જો તમારી પાસે કોઈ યુટ્યુબ ચેનલ અથવા વેબસાઇટ છે જેમાં વધારે લોકો તમારા કન્ટેન્ટને જોવા માટે આવતા હોય અથવા તમારી પાસે કોઈ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં વધારે ફોલોવર્સ હોય અને લોકો તમારા ઉપર વિશ્વાસ કરતાં હોય તો તમે કોઈ કંપનીના એફિલિએટ પ્રોગ્રામમાં જોડાઈને તેમના પ્રોડક્ટને પોતાના ફોલોવર્સ સાથે પ્રમોટ કરી શકો છો.

જો તમારી લિન્ક દ્વારા કોઈ તમારો ફોલોવર તે પ્રોડક્ટ ખરીદશે તો તમને તે કંપનીના નિયમો પ્રમાણે અમુક ટકા કમિશન રૂપે પૈસા મળશે.

આમાં તમારે લોકોનો વિશ્વાસ જીતવો પડશે અને લોકોને ઉપયોગી થાય એવું ક્વોલિટી પ્રોડક્ટ બતાવવું જોઈશે.

#Ad

આ પણ વાંચો : અફિલિએટ માર્કેટિંગ માર્કેટિંગ દ્વારા પૈસા કેવી રીતે કમાવવા?

4. ઇન્સ્ટાગ્રામ – Instagram

જો ઇન્સ્ટાગ્રામ પર તમે સારું-સારું કન્ટેન્ટ પોસ્ટ કરો છો જેમ કે ઉપયોગી પોસ્ટ કે ઉપયોગી રિલ્સ વિડિયો વગેરે અને જો તમારી પાસે ઘણી સારી સંખ્યામાં ફોલોવર્સ પણ હોય તો તમે ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ ઘણી અલગ-અલગ રીતે પૈસા કમાઈ શકો છો. તો જાણીયે કે ઇન્સ્ટાગ્રામ થી ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવવા?

તમે પોતાનું પ્રોડક્ટ વેચી શકો છો, તમે કોઈ અફિલિએટ પ્રોડક્ટને પ્રમોટ કરી શકો છો, તમે બીજા ઇન્સ્ટાગ્રામ પેજનું પ્રમોશન કરીને પૈસા કમાઈ શકો છો, તમે બ્રાન્ડ પ્રમોશન કરીને પૈસા કમાઈ શકો છો, તમે કોઈને ટેગ કરીને પણ પૈસા કમાઈ શકો છો.

આવી ઘણી અલગ-અલગ રીતે તમે ઇન્સ્ટાગ્રામ દ્વારા પૈસા કમાઈ શકો છો, બસ તમારી પાસે એવા ફોલોવર્સ હોવા જોઈએ જે તમારી ઉપર વિશ્વાસ કરતાં હોય અને તમારા કન્ટેન્ટને જોવાનું પસંદ કરતાં હોય.

#Ad

આ પણ વાંચો : ઇન્સ્ટાગ્રામ માંથી પૈસા કેવી રીતે કમાવવા ? જાણો 9 રસ્તા

5. ફ્રીલાંસિંગ – Freelancing

જો તમારી પાસે કોઈ ખાસ આવડત છે જેમ કે વિડિયો એડિટિંગ, વર્ડપ્રેસ વેબસાઇટ બનાવતા આવડતું હોય, કાર્ટૂન બનાવતા આવડતું હોય,ફોટો એડિટિંગ, સંગીત બનવતા ,કન્ટેન્ટ લખતા આવડતું હોય, સોશિયલ મીડિયા પોસ્ટ બનાવતા આવડતું હોય, SEO આવડતું હોય અથવા પ્રોગ્રામિંગ ભાષાને લગતી તમારી પાસે આવડત હોય તો તમે અલગ-અલગ વ્યક્તિઓ માટે ઓનલાઇન કામ કરી શકો છો.

આજના સમયમાં ઘણા એવા લોકો હોય છે જેમને ઘણા કામો પોતે નથી કરવા હોતા તો તેઓ ફ્રીલાંસિંગ દ્વારા પૈસા આપીને બીજા પાસે તે કામ કરાવે છે.

તો તમારે પોતાની આવડત પ્રમાણે અલગ-અલગ ક્લાઈન્ટ શોધવા પડશે અને તેમની સાથે કામ કરવું પડશે અને તમારા કામ પ્રમાણે તેઓ તમને પૈસા આપશે.

#Ad

વધારે ઉપયોગ માં આવતી ફ્રીલાન્સીંગ ની વેબસાઈટ તમે જોઈ શકો છો. અને જાણ્યું હશે કે ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવવા?

Freelancing Website:

6. કન્સલ્ટન્સી – Consultancy

જો તમે કોઈ એક વિષયમાં નિષ્ણાંત છો તો તમે ઓનલાઇન કન્સલ્ટન્સી સર્વિસ પણ આપી શકો છો. કન્સલ્ટન્સી એટલે તમે કોઈ એક વિષયમાં એક એક્સપર્ટ તરીકે બીજા વ્યક્તિને સલાહ આપો, તમે તેમની પરિસ્થિતિ સમજીને તેમણે યોગ્ય માર્ગદર્શન આપો જેથી તેઓ આગળ વધી શકે.

ઉદાહરણ તરીકે તમે ધંધો કરવામાં આગળ છો તો તમે ધંધાને લગતી સલાહ બીજા ધંધા કરતાં વ્યક્તિઓને આપી શકો જેઓ હાલ શરૂઆત કરી રહ્યા છે અને તમારી સલાહ દ્વારા તેઓ જલ્દી આગળ વધી શકે.

હવે તમે તેમને જેટલો 1 કે 2 કલાક સમય આપશો અને જેટલી સારી રીતે તેમને માર્ગદર્શન આપશો એ પ્રમાણે તેઓ તમને પૈસા પણ આપશે.

તમે પોતાની કન્સલ્ટન્સી સર્વિસને Google Ads અથવા Facebook Ads દ્વારા પ્રમોટ કરી શકો છો. પોતાની સર્વિસને જાહેરાતો દ્વારા તમે પ્રમોટ કરશો તો તમને જલ્દી જ વધારે લોકોની પહોચ મળી જશે અથવા તમે Organic રીતે પણ કામ કરી શકો છો.

તો મિત્રો આશા છે કે આ ઉપયોગી જાણકારી તમને જરૂર કામ લાગશે અને તમે કેવી રીતે રોકાણ કર્યા વગર મોબાઇલ દ્વારા ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવવા? એ વિશે ઘણું જાણવા મળ્યું હશે.

આ પણ વાંચો :

Leave a Comment