ગુજરાત ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર ગુજરાત સરકાર દ્વારા નવી યોજના Gyan Sadhana Scholarship 2023 જાહેર કરવામાં આવી જેમાં ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹20,000 અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹25,000 ની સ્કોલરશીપ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
જાણો જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના શું છે?, પરીક્ષાની તારીખ, શિષ્યવૃત્તિ ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા અને, શિષ્યવૃત્તિની રકમ, સત્તાવાર વેબસાઇટ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના વિશેની સંપૂર્ણ માહિતી.
Table of Contents
- જ્ઞાન સાધના સ્કોલરશીપ શું છે?
- Yojana Highlight
- પરીક્ષા માટે પાત્રતા
- અરજી ફી
- મળવાપાત્ર સ્કોલરશીપ
- પરીક્ષા નું માળખું
- પરીક્ષા અભ્યાસક્રમ
- ઓનલાઇન અરજી પ્રક્રિયા
- મહત્વપૂર્ણ લિંક્સ
- વારંવાર પૂછાતા પ્રશ્નો
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શું છે? – What is Gyan Sadhana Scholarship Yojana?
જે બાળકો ધોરણ 1 થી 8 સુધી સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલો હોય અથવા તેને RTE હેઠળ 1 થી 8 ધોરણ ભણેલ હોય આવા ગુજરાતના વિદ્યાર્થીઓને પસંદ કરીને ધોરણ 9 થી 12 સુધી તેમના પસંદગી ની પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસ કરી શકે તેના માટે “જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના” સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.
જેમાં બાળકો એ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પાસ કરે તો તેને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹20,000 અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹25000 ની સ્કોલરશીપ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
Gyan Sadhana Scholarship Yojana Highlight
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે પરીક્ષા કોણ આપી શકે? – Eligibility Of Gyan Sadhana Scholarship Yojana
- સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી સળંગ અભ્યાસ કરેલ હોય અને પાસ થયેલા હોવો જોઈએ.
- અથવા RTE Gujarat એક્ટ 2009 હેઠળ સ્વનિર્ગોળ શાળાઓમાં 25% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય અને પાસ થયેલા હોય.
- વાલીની આવક શહેરી વિસ્તારમાં રૂ.1,50,000 અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1,20,000 કરતા વધુ ના હોવી જોઈએ.
આ પણ વાંચો: જાણો ફ્રી શિપ કાર્ડ કેવી રીતે કઢાવવું
અરજી ફી – Application Fee
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ અરજી ફોર્મ માટે કોઈ અરજી ફી જરૂરી નથી.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના માટે મળવાપાત્ર સ્કોલરશીપ – Gyan Sadhana Scholarship Yojana Benefits In Gujarati
જે બાળકો પરીક્ષા પાસ કરે અને તેનું નામ મેરીટ માં આવે તો તેને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹20,000 અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹25000 ની સ્કોલરશીપ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
Gyan Sadhana Scholarship પરીક્ષા નું માળખું
- જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે MCQ માં તમારે પરીક્ષા આપવાની રહેશે.
- આ પરીક્ષા નુ પેપર 120 માર્કનું અને સમય 150 મિનિટનો રહેશે.
- પરીક્ષા તમે ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકો છો.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે અભ્યાસક્રમ
- MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે.
- પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern. Perception) , છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિષય આધારિત પ્રશ્નો રહેશે.
- SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૮૦ૢ પ્રશ્નોમાં ધોરણ-૮ ના ગણિત-૨૦ ગુણ, વિજ્ઞાન-૨૦ ગુણ અને સામાજિક વિજ્ઞાન-૧૫ ગુણ, અંગ્રેજી-૧૦ ગુણ, ગુજરાતી-૧૦, હિન્દી-૫ ગુણ વિષયનો સમાવેશ થશે.
- અભ્યાસક્રમ ધોરણ-૮ નો ઉપરોક્ત વિષયનો રહેશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Apply Online For Gyan Sadhana Scholarship Yojana Gujarat
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ની ઓનલાઈન અરજી કરવા માટે તમારે નીચે મુજબ સ્ટેપ જાણવા પડશે.
STEP 1 : સૌપ્રથમ તમારે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://www.sebexam.org/
STEP 2 : ત્યારબાદ તમારે તેમાં Apply Online બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 3 : ત્યારબાદ તમારે અહીંયા Apply નામનું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 4 : પછી વિદ્યાર્થીના 18 અંકનો ડાયસ નંબર નાખવાનો રહેશે.
“ડાયસ નંબર એ વિદ્યાર્થી જે હાલની સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તેના આચાર્ય પાસેથી મેળવવાનો રહેશે.”
STEP 5 : ત્યારબાદ સબમીટ બટન ઉપર ક્લિક કર્યા પછી એક ફોર્મ તમને બતાવશે તેમાં તમારે બધી વિગતો અને શાળાની વિગતો ભરવાની રહેશે અને પછી સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 6 : ત્યારબાદ તમારી સામે તમારો અરજી નંબર તમને જોવા મળશે તે તમારો એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે.
STEP 7 : પછી તમારે પાસપોર્ટ સાઈઝ ફોટો અને સાઇન અને આવકનો દાખલો અપલોડ કરવાનું રહેશે. તેના માટે Upload Photo/Signature પર ક્લિક કરો.
ફોટો અને સહીની સાઈઝ તમારે 15 kb થી ઓછી રાખવાની રહેશે.
STEP 8 : Upload Photo/Signature પર ક્લિક કર્યા બાદ તમને Application નંબર અને જન્મ તારીખ નાખવાનું રહેશે અને પછી સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 9 : પછી તમારે આવકનો દાખલો ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે. ફોટો કેવી રીતે અપલોડ કરવા તેનું માર્ગદર્શન તમને નીચે આપેલું હશે.
હવે તમારી અરજી કન્ફર્મ કરવા માટે તમારે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
તેમાં તમારે તમારો અરજી નંબર અને જન્મ તારીખ નાખી સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 10 : ત્યારબાદ તમારી સામે વિદ્યાર્થીઓની બધી વિગતો જોવા મળશે જે તમે ફોર્મમાં ભરેલી હશે. જો બધી વિગતો સરખી હોય અને સાચી હોય તો તમારે Confirm બટન ઉપર ક્લિક કરો.
STEP 11 : અરજી ફોર્મ કન્ફર્મ કર્યા પછી તમારે અરજી પ્રિન્ટ કરવાની રહેશે એટલે તમારું અરજી ફોર્મ તમારા મોબાઇલમાં ડાઉનલોડ થઈ જશે તેના માટે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને પ્રિન્ટ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો:
- ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે અરજી કેવી રીતે કરવી ?
- નેશનલ સ્કોલરશીપ પોર્ટલમા અરજી કેવી રીતે કરવી ?
- વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના
- ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના
Gyan Sadhana Scholarship માટે મહત્વપૂર્ણ લિંક્સ
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
પ્ર.1 : જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ કઈ છે?
જ : જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ https://www.sebexam.org છે.
પ્ર.2 : જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના માં કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે?
જ : જે બાળકો પરીક્ષા પાસ કરે અને તેનું નામ મેરીટ માં આવે તો તેને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹20,000 અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹25000 ની સ્કોલરશીપ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
પ્ર.3 : Gyan Sadhana Scholarship માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે?
જ : જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 અરજી કરવા માટે છેલ્લી તારીખ 26/05/2023 છે.
પ્ર.4 : Gyan Sadhana Scholarship ની પરીક્ષા ની તારીખ શું છે?
જ : જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 પરીક્ષા ની તારીખ 26/05/2023 છે.
Sources And References