રેશનકાર્ડ એ ભારતીય નાગરિકો માટે એક પ્રકારે ઓળખનો પુરાવો ગણી શકાય છે. તમે કોઈ પણ સરકારી કામ માં સરનામાં પુરાવા તેમજ અન્ય પુરાવા માટે રેશન કાર્ડ ની જરૂર પડતી હોય છે. તો આ રેશન કાર્ડ માટે અરજી કરવી સરળ બની ગઈ છે. જે પહેલા મામલતદાર ઓફિસ જઈ ને અરજી કરવી પડતી હવે ઓનલાઇન અરજી પણ કરી શકીએ છીએ.
આ આર્ટિકલ દ્વારા જાણીશું કે નવું રેશનકાર્ડ બનાવા માટે ઓનલાઇન તેમજ ઓફલાઇન અરજી કેવી રીતે કરવી તેમજ તેમાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, સંપૂર્ણ માહિતી જાણવા મળશે. આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.
નવું રેશનકાર્ડ બનાવવા માટે ઓનલાઇન – ઓફલાઇન અરજી કેવી રીતે કરવી?
અત્યારે નવું રેશન કાર્ડ બનાવવું એ ખૂબ જ સરળ બની ગયું છે. પહેલા જે મામલતદાર ઓફિસના ધક્કા ખાવા પડતા પણ હવે આપણે ઓનલાઇન રેશન કાર્ડ માટે અરજી કરી શકીએ છીએ. રેશન કાર્ડ બનાવવાની બંને રીત જે નીચે મુજબ આપેલ છે.
નવું રેશનકાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ: New Ration Card Documents In Gujarati
- લાઈટ બિલ
- ટેલિફોન બિલ
- ચૂંટણી કાર્ડ
- પાસપોર્ટ ફોટો
- બેંક પાસબુક
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- જમીન માલિકી પ્રમાણપત્ર
- આધારકાર્ડ
આ પણ વાંચો :
નવા રેશનકાર્ડ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી
નવું રેશનકાર્ડ બનાવવા માટે તમે ઓફલાઈન પણ અરજી કરી શકો છો જે નીચે મુજબ છે:
- અરજદારે નવા રેશનકાર્ડ માટે ઓફલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવું પડશે. ફોર્મ મામલતદાર કચેરી થી મળી જશે.
- આ ફોર્મ માં જરૂરી વિગત જેવી કે નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહશે.
- આ વિગતો ભર્યા પછી ઉપર જણાવ્યા મુજબ ના ડોક્યુમેન્ટ ની નકલ બીડવાની રહેશે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે.
- આ ફોર્મ તમારા તાલુકા પંચાયત માં જઈ ને આપવાનું રહેશે. ત્યાર પછી એક કે બે દિવસો પછી રેશનકાર્ડ બની જશે.
Ration Card Form Gujarat Pdf : નવું રેશનકાર્ડ ફોર્મ : ડાઉનલોડ કરો
આ પણ વાંચો: રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો
ઓનલાઈન રેશનકાર્ડ બનાવવા માટે પ્રોસેસ – Ration Card Apply Online Gujarat 2023
Digital Gujarat Ration Card Online Apply : નવા રેશનકાર્ડ માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે નીચે મુજબ છે:
સૌ પ્રથમ ડિજિટલ ગુજરાત ઓફિશ્યિલ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx ઓપન કરો.
ઉપર મુજબ પેજ ખુલશે તેમાં ‘Citizen Service” પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર પછી ઉપર મુજબ “Apply For New Ration Card” પર ક્લિક કરવાનું રહેશે.
ઉપર જણાવ્યા મુજબ “Continue To Service” પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને Continue પર ક્લિક કરવાનું રહેશે.
ઉપર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ભરી ને આગળ પ્રોસેસ કરવાની રહશે.
ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાઈ કરી સબમિટ કરવાનું રહેશે.
ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોક્યુમેન્ટ જોડીને મામલતદાર કચેરીએ જવાનું રહેશે.
જો તમે ઓનલાઈન અરજી ન કરી શકતા હોવ તો એનરોલમેન્ટ સેન્ટર માં ઓફલાઈન પણ ફોર્મ ભરાવી ને રેશન કાર્ડ મેળવી શકો છો.
આ પણ વાંચો :
- રેશનકાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું?
- માત્ર 5 મિનિટમાં પાન કાર્ડ બનાવો
- ઇ શ્રમ કાર્ડ બનાવવા માટે ની પ્રક્રિયા જાણો
Online Ration Card Gujarat Important Links
સત્તાવાર વેબસાઇટ | https://www.digitalgujarat.gov.in |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન – ઓફલાઇન |
હેલ્પલાઈન નંબર | 18002335500 |
Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતાં પ્રશ્નો:
પ્ર.1: નવું રેશનકાર્ડ બનતાં કેટલો સમય લાગી શકે છે?
જ : નવું રેશન કાર્ડ બનાવા માં ૧ થી ૭ દિવસ લાગી શકે છે.
પ્ર.2: રેશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ માં કરવી?
જ : રેશનકાર્ડ માટે ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર અરજી કરવાની રહશે. https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx
પ્ર.3: નવા રેશનકાર્ડ માટે ઓફલાઈન અરજી ક્યાં કરવાની?
જ : નવા રેશનકાર્ડ માટે ઓફલાઈન અરજી તાલુકા કક્ષાએ એનરોલમેન્ટ સેન્ટરે કરવાની રહશે.