ધો 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતીની કન્યાઓને સાયકલ સહાય: ગુજરાત માં ઘણી એવી શાળાઓ છે જે વિદ્યાર્થીના વસવાટ થી ઘણી દૂર છે તેના કારણે કન્યાઓને પોતાના ઘરે થી શાળા માં આવવા સુધી ઘણું ચાલવું પડે છે અને અંતર કાપવું પડે છે તેના માટે ગુજરાત માં ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતીની કન્યાઓને “સરસ્વતી સાધના યોજના” હેઠળ સરકાર દ્વારા વિનામૂલ્યે સાયકલ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.
તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે આ યોજના નું ફોર્મ તેમજ તેમાં કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચવા વિનંતી.
સરસ્વતી સાધના યોજના શું છે? – Saraswati Sadhana Yojana In Gujarati
સરસ્વતી સાધના યોજના હેઠળ ગુજરાતમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને “સરસ્વતી સાધના” યોજના હેઠળ એકદમ મફત એટલે કે વિનામૂલ્યે સાઈકલ ભેટ આપવામાં આવે છે. ગુજરાતમાં ઘણી એવી કન્યા અભ્યાસ કરે છે કે તેમના ઘરથી તેમની શાળા ઘણી દૂર હોય છે તેના કારણે તેને ચાલવામાં પણ મુશ્કેલી પડતી હોય છે તેના લીધે આ યોજના શરૂ કરવામાં આવી છે.
જાણો સરસ્વતી સાધના યોજના વિશે…
વધુ માહિતી માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો… https://t.co/7qqoTnHIeS #GujaratGovScheme pic.twitter.com/jaIFlRduhE
#Ad— Gujarat Information (@InfoGujarat) May 6, 2023
અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય યોજના હાઈલાઈટ
યોજનાનું નામ | સરસ્વતી સાધના યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
વિભાગ | નિયામક અનુસૂચિત જાતી કલ્યાણ |
લાભાર્થી | ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ ની કન્યાઓ |
મળવાપાત્ર સહાય | વિનામૂલ્યે સાયકલ |
સત્તાવાર વેબસાઇટ | https://sje.gujarat.gov.in |
હેલ્પલાઈન નંબર | 7923253229 |
યોજનાનો હેતુ – Objective Of Saraswati Sadhana Yojana
અનુસૂચિત જાતિના પરિવાર માંથી ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ સ્વરૂપે ભેટ આપવામાં આવે છે. તો આ સાઈકલ એટલા માટે આપવામાં આવે છે કે અમુક કન્યાઓને પોતાની શાળા માં આવવા માટે અંતરિયલ અને દૂર ના વિસ્તારમાંથી આવતી હોય છે તો તેમને ચાલવામાં મુશ્કેલીઓ આવતી હોય છે તો તે હેતુથી સાયકલ આપવામાં આવે છે. તેમજ આ સાઈકલ છે તે વિનામૂલ્યે આપવામાં આવતી હોય છે. તો સરકારનો મુખ્ય હેતુ આ છે.
આ પણ વાંચો : કોટક કન્યા શિષ્યવૃત્તિ 2023 – કન્યાઓને મળશે 1.50 લાખ સુધી સ્કોલરશીપ
મફત સાયકલ યોજના નો લાભ કોને મળે છે?
- વિદ્યાર્થીની ધોરણ 9 માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
- વિદ્યાર્થીની અનુસૂચિત જાતિ (SC) હોવી જોઈએ.
- ગ્રામ્ય સ્તરે અને શહેરી સ્તરે કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
સરસ્વતી સાધના યોજના માટેના ડોક્યુમેન્ટ
અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે.
- વિદ્યાર્થીની નું આધાર કાર્ડ
- વિદ્યાર્થીનીનો જાતિનો દાખલો
- આવકનો દાખલો
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
- શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ
યોજના માટે મળવાપાત્ર લાભ – Benefits Of Saraswati Sadhana Yojana
સરસ્વતી સાધના યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.
આ યોજનામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ આપવામાં આવે છે.
આ સાઈકલ એકદમ વિનામૂલ્યે એટલે કે મફત આપવામાં આવે છે.
આ પણ વાંચો : રમણ કાંત મુંજલ શિષ્યવૃત્તિ 2023 – 5 લાખ સુધી સ્કોલરશીપ
#Ad
સરસ્વતી સાધના યોજના માટે અરજી કેવી રીતે કરવી – Saraswati Sadhana Yojana Apply
સાયકલ સહાયનો લાભ મેળવવા નીચે મુજબ અરજી કરવી પડશે:
- સરસ્વતી સાધના યોજના નુ ફોર્મ શાળા દ્વારા ભરવાનું હોય છે.
- આ યોજના નું ઓનલાઈન ફોર્મ શાળા થકી ભરી શકાશે.
- શાળા દ્વારા “Digital Gujarat Portal” મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ત્યાર પછી નિયામક કચેરી દ્વારા અરજી મંજુર થાય છે.
- આ યોજનામાં વિદ્યાર્થિનીઓ એ કંઈ જ પ્રોસેસ કરવાની હોતી નથી.
- બધી પ્રોસેસ શાળા દ્વારા કરવાની હોય છે.
- જાણો ફ્રી શીપ કાર્ડ કેવી રીતે કઢાવવું
- ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે અરજી કેવી રીતે કરવી?
- નેશનલ સ્કોલરશીપ પોર્ટલમા અરજી કેવી રીતે કરવી?
- વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના
- ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના
- PM યશસ્વી સ્કોલરશીપ યોજના
યોજનાની મહત્વપૂર્ણ લિંક્સ:
સત્તાવાર વેબસાઇટ | https://sje.gujarat.gov.in |
અરજી પ્રક્રિયા | શાળા દ્વારા ઓનલાઇન કરવાની રહેશે |
હેલ્પલાઈન નંબર | 7923253229 |
WhatsApp group | Join Now |
Telegram group | Join Now |
YouTube channel | Subscribe Now |
Facebook group | Join Now |
Follow Now | |
Google News | Follow Now |
સરસ્વતી સાધના યોજના માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો – FAQs
પ્ર.1 :સરસ્વતી સાધના યોજના માં શું સહાય મળે છે?
જ : સરસ્વતી સાધના યોજના માં વિનામૂલ્યે સાઈકલ આપવામાં આવે છે.
પ્ર.2 :આ યોજનામાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે?
જ : આ યોજનામાં કુટુંબની કુલ વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી સ્તરે 6,00,000/- સુધીની છે.
પ્ર.3 :આ યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જ : આ યોજનાની અરજી શાળા મારફતે ઓનલાઈન થતી હોય છે.