ઘણા લોકો ને જન્મ નો દાખલો ખોવાઈ ગયો હોય છે અથવા તૂટી ગયો હોય છે તો તેના માટે ઘણા પ્રોબ્લેમ થતો હોય છે. પરંતુ હવે ગુજરાત સરકારે આ પ્રશ્ન નું નિરાકરણ લાવ્યું છે કે તમે હવે ઘરે બેઠા તમારો જન્મ નો દાખલો / જન્મનું પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.
આજના લેખ માં આપણે જાણીશું કે જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવું , કોણ ડાઉનલોડ કરી શકે, તેના માટે કયા ડોકયુમેંટ ની જરૂર પડે. તો લેખ છેલ્લે સુધી વાંચજો જેથી તમે સરળતા થી જન્મ તારીખ નો દાખલો ડાઉનલોડ કરી શકો.
ગુજરાત સરકારે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે એક પોર્ટલ શરૂ કર્યું છે જેનું નામ છે eolakh પોર્ટલ.
જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કોણ કરી શકે?
જે લોકોએ જન્મ નોંધણી કરાવેલી હશે તે જ લોકો જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે
જરૂરી વિગતો
- જન્મ ની નોંધણી કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો હોય તે
- એપ્લિકેશન નંબર
- બાળકની જન્મ તારીખ
જન્મ નું પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું ? – Download Birth Certificate Online In Gujarat
સૌપ્રથમ તમારે eolakh ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://eolakh.gujarat.gov.in
- ત્યારબાદ તમારી સામે Download Certificate નામનું એક ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે તમને વિગતો ભરવાનું જોવા મળશે.
- તેમાં તમારે Event માં જન્મનું અથવા મરણનું જે સર્ટીફીકેટ ડાઉનલોડ કરવું હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમારી પાસે એપ્લિકેશન નંબર હોય તો તમે એના દ્વારા પણ સર્ચ કરી શકો છો અથવા મોબાઈલ નંબર નાખીને તમે સર્ચ કરી શકો છો.
નોંધ: એપ્લિકેશન નંબર એટલે કે તમે જ્યારે જન્મ અથવા મરણના પ્રમાણપત્ર માટે અરજી કરી હોય ત્યારે તમને ફોર્મમાં એપ્લિકેશન નંબર જોવા મળશે.
- ત્યારબાદ તમારે કેપ્ચા કોડ ભરવાનું રહેશે અને સર્ચ ડેટા બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો:
- આવક નો દાખલો કેવી રીતે કઢાવવો
- જાતિ નો દાખલા માટે ઓનલાઇન અરજી કરો
- ઈ શ્રમ કાર્ડ બનાવો માત્ર 5 મિનિટ માં
- ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો
- ઘરે બેઠા ઓનલાઇન ચૂંટણી કાર્ડ બનાવો
જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ
સતાવર વેબસાઇટ | https://eolakh.gujarat.gov.in |
હેલ્પલાઇન નંબર જિલ્લા પ્રમાણે | નંબર જુઓ |
Whatsapp ગ્રુપ માં જોડાવ | અહી ક્લિક કરો |
જન્મ નું પ્રમાણપત્ર માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
પ્ર.1 : જન્મ નું પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે વેબસાઇટ કઈ છે?
જ : ઓફિસિયલ વેબસાઇટ https://eolakh.gujarat.gov.in
પ્ર.2 : જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે જરૂરી વિગતો શું છે?
જ : જન્મ ની નોંધણી કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો હોય તે અને એપ્લિકેશન નંબર અને બાળકની જન્મ તારીખ.