માનવ ગરિમા યોજના હેઠળ ધંધા માટે 28 પ્રકાર ના સાધન ફ્રી માં મેળવો | Manav Garima Yojana in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

માનવ ગરીમા યોજના (Manav Garima Yojana) નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ , લઘુમતી અને વિચરતી, વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને જુદા જુદા ધંધાઓ/વ્યવસાયો માટે નિયમોનુસાર સાધનો ટુલ કીસ આપવામાં આવે છે

આ લેખ માં તમને માનવ ગરિમા યોજના માહિતી જેવી કે કોણ લાભ લઈ શકે, જરૂરી ડોક્યુમેંટ્સ અને અરજી કેવી રીતે કરવી તે વિશે સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આ લેખ ને અંત સુધી વાંચવા વિનંતી.

#Ad
Manav Garima Yojana Gujarat

Manav Garima Yojana Gujarat 2024

યોજનાનું નામમાનવ ગરિમા યોજના
રાજ્યગુજરાત સરકાર
લાભાર્થીઓઅનુસુચિત જાતિ કેટેગરીના ગરીબ લોકો
ઉદ્દેશ્યનવા બિઝનેસ ના શરૂઆતમાં પ્રોત્સાહનો આપવો
અરજી નો પ્રકારઓનલાઇન ફોર્મ
સત્તાવાર વેબસાઇટesamajkalyan.gujarat.gov.in

માનવ ગરિમા યોજના શું છે? – Manav Garima Yojana in Gujarati

માનવ ગરિમા યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકો માટે કુટુંબ ઉદ્યોગોમાં પોતાનાં ઉદ્યોગો શરૂ કરવા ઇચ્છુક લોકો માટે આર્થિક સહાય બેંક લોન લીધા વિના અને સ્વ રોજગારી પૂરી પડી શકે તેના માટે સરકાર દ્વારા ધંધા માટે સાધનસામગ્રી આપવામાં આવે છે. જે સાધનો ની મદદ થી જે તે લોકો રોજગાર મેળવી શકે.

યોજનાનો હેતુ

નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે અને તેનો ધંધો સરળતા થી ચાલુ કરી શકે.

આ પણ વાંચો : દીકરી ના લગ્ન પ્રસંગે રૂપિયા 12,000 મેળવો : કુંવરબાઈનું મામેરું યોજના

માનવ ગરિમા યોજનાની પાત્રતા અને માપદંડ (Eligibility Of Manav Garima Yojana )

  1. અરજદારની વયમર્યાદા 18 થી 60 વર્ષ હોવી જોઈએ.
  2. અનુસૂચિત જાતિના લોકો જેમની વાર્ષિક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹ 1,20,000 અને શહેરી વિસ્તારોમાં ₹ 1,50,000 છે.
  3. વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું રણ લાગુ પડશે નહીં.
  4. જો લાભાર્થી અથવા લાભાર્થીના અન્ય પરિવારના સભ્યોએ આ યોજના અંતર્ગત લાભ મેળવ્યો હોય, તો આ યોજના હેઠળ લાભ વસૂલવા યોગ્ય નથી
  5. જિલ્લા કચેરીના અધિકારીશ્રી / કર્મચારીશ્રી દ્વારા જરૂર જણાય તો ચકાસણી અર્થ ઓરીઝનલ ડોક્યુમેન્ટ માગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે
  6. વર્ષ ૨૦૨૦-૨૧માં અરજી કરેલ હોય અને તે ડ્રોમાં પસંદ થયેલ ન હોય તો નવેસરથી ફરી અરજી કરી શકાશે .
  7. જે તે વ્યવસાય માટેની સરકાર માન્ય તાલીમ લીધેલ હોય તેવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે .
  8. માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ( માનવ ગરિમા યોજના online apply કરવાની રહેશે)

માનવ ગરિમા યોજના ના ૨૮ પ્રકારના વ્યવસાય નું લિસ્ટ – manav garima yojana kit list

માનવ ગરિમા યોજના હેઠળ કુલ 28 પ્રકારનાં વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે જેનું લિસ્ટ નીચે મુજબ છે.

#Ad
  • કડીયાકામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
  • મોબાઇલ રીપેરીંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી માટે)

માનવ ગરિમા યોજના ડોક્યુમેન્ટ – manav garima yojana documents list in gujarat

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
  • અરજદારના જાતી નો દાખલો
  • વાર્ષિક આવકનો દાખલો
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું

આ લેખ માત્ર માહિતીપ્રદ હેતુ માટે બનાવવામાં આવ્યો છે વધુ જાણકારી માટે નીચે આપેલી વેબસાઇટ ની મુલાકાત લો.

આ પણ વાંચો:

માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ અને અરજી કેવી રીતે કરવી? – Manav Garima Yojana apply online Gujarat

માનવ ગરિમા યોજના હેઠળ ધંધાના સાધન મેળવવા માટે અરજી પ્રક્રિયા નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
  • ત્યારબાદ બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
  • ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી “માનવ ગરિમા યોજના” પર ક્લિક કરવાનું રહેશે. જો યોજના માં ઓનલાઇન ફોરમ ભરવાનું ચાલુ હશે તો “ઓપન” લખેલું આવશે નહીં તો “બંધ” લખેલું હશે.
  • પછી તમારી સામે યોજના ની બધી વિગતો જોવા મળશે તે વાંચી ને તમારે OK બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ 1) વ્યક્તિગત માહિતી. 2) અરજદારની અન્ય વિગત. 3) ડોકયુમેન્ટ અપલોડ. 4) એકરાર. નીચે જણાવ્યા પ્રમાણે બધીજ પ્રોસેસ કરની લાસ્ટ માં બાંહેધરી આપવાની રહેશે.
  • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી છેલ્લે અરજી સેવ કરી લેવાની રહેશે.
  • અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે. 
  • અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
  • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

તો ઉપર જણાવ્યા પ્રમાણે તમને માનવ ગરિમા યોજના વિશે બધી માહિતી મળી ગઈ હશે અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે પણ જાની લીધું હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે WhatsApp માં શેર કરો.

#Ad

આ પણ વાંચો:

Manav Garima Yojana Helpline Number & Links

સતાવર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in 
માનવ ગરિમા યોજના હેલ્પલાઈન નંબરઅહી ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : માનવ ગરિમા યોજના નો લાભ કોણ લઈ શકે?

જ :  ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ , લઘુમતી અને વિચરતી , વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ.

પ્ર.2 : માનવ ગરિમા યોજના હેઠળ મળવાપત્ર સહાય કેટલી છે?

જ : સરકાર દ્વારા ધંધાના વિકાસ માટે વ્યવસાય કરી શકે તેના માટે ધંધા માટે ટૂલ કીટ આપવામાં આવે છે

પ્ર.3 : યોજના માટે અરજી કેવી રીતે કરવી? 

જ : તમારે યોજના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે તેની વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in 

#Ad

Sources And References

Leave a Comment