Meesho એપ દ્વારા પૈસા કમાવવાના 4 રસ્તા | 4 Ways to Earn Money from Meesho in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Meesho એક ઓનલાઇન શોપિંગ પ્લૅટફૉર્મ છે જ્યાંથી તમે પોતાના ઘર માટે, ફેશન માટે અથવા ઇલેક્ટ્રોનિક્સને લગતા ઘણા અલગ-અલગ પ્રકારના પ્રોડક્ટની ખરીદી કરી શકી શકો છો.

Meesho દ્વારા તમે ઓનલાઇન શોપિંગ તો કરી જ શકો છો પણ તેનાથી તમે પૈસા પણ કમાવી શકો છો. Meesho એ ઘણા કમાણીના રસ્તા ખોલ્યા છે જેના વિશે અમે તમને જણાવીશું. આજે અમે તમને Meesho દ્વારા પૈસા કમાવવાના 4 રસ્તા જણાવીશું

#Ad
ડાઉનલોડ Meesho એપલીકેશન

Meesho દ્વારા પૈસા કમાવવાના રસ્તા – Ways to Make Money from Meesho

પોતાની વસ્તુ વેચી ને પૈસા કમાઈ શકો છો – Selling Own Products

જો તમારી પાસે પોતાનું કોઈ પ્રોડક્ટ છે તો તમે Meesho પર પોતાના પ્રોડક્ટને લિસ્ટ કરીને કમાણી કરી શકો છો. જ્યારે ગ્રાહકો તમારું પ્રોડક્ટ ખરીદશે ત્યારે તમને તેના પૈસા બેન્ક એકાઉન્ટમાં મળશે.

Meesho પર 11 કરોડથી વધારે ગ્રાહકો છે અને 6 લાખથી વધારે લોકો અથવા વ્યાપારીઓ પોતાના પ્રોડક્ટને Meesho પર વેચે છે.

  • જો તમારી પાસે પોતાનું પ્રોડક્ટ છે તો તમે Meesho પર સેલર બનીને પોતાના પ્રોડક્ટને ઓનલાઇન Meesho ના પ્લૅટફૉર્મ દ્વારા વેચી શકો છો.
  • Meesho તમારી પાસેથી કોઈ કમિશન ચાર્જ નથી કરતું, તમને પૂરા 100% પૈસા મળે છે.
  • Meesho તમારા પ્રોડક્ટની ડિલિવરી પણ કરશે.
  • તમારા ઉપર કોઈ પેનલ્ટીનો પણ ચાર્જ નહીં લગાવવામાં આવે.
  • તમને સેલર માટેના અલગ-અલગ ટૂલ્સ પણ આપવામાં આવશે.

Meesho પર સેલર બનવા માટે Meesho ની official વેબસાઇટની મુલાકાત પણ જરૂર લેજો.

#Ad

બીજા લોકો ને વસ્તુ રેફર કરી ને – Refer and Earn

પૈસા કમાવવા માટે Meesho નો આ બીજો પ્રોગ્રામ છે જેમાં દર વખતે અલગ-અલગ ઓફર આવતા હોય છે.

આમાં તમારે પોતાની એક Refer લિન્ક પોતાના મિત્રોને શેર કરવાની હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ તમારી Refer લિન્ક દ્વારા Meesho પર રજીસ્ટ્રેશન કરશે તો તમને Meesho ના નિયમો પ્રમાણે કમિશન મળશે.

ડાઉનલોડ Meesho એપલીકેશન

Meesho પર જેટલા નવા લોકો તમારી લિન્ક દ્વારા જોડાશે એ પ્રમાણે તમારી પ્રોફાઇલનો લેવલ Meesho એપમાં વધતો જશે અને તમને એ પ્રમાણે અલગ-અલગ ઓફર મળતા રહેશે અને તમારી કમાણી પણ વધશે.

દર વખતે Meesho ના આ પ્રોગ્રામમાં નવા ઓફર આવે છે અને આ પ્રમાણે માહિતી બદલાય છે તો તમે જરૂર Meesho એપ પર જઈને તેમાં Refer & Earn નામના ઓપ્શનમાં જઈને વધારે માહિતી મેળવો.

#Ad

વસ્તુ રીસેલિંગ કરીને – Reselling Product

Meesho દ્વારા પૈસા કમાવવાનો આ ત્રીજો રસ્તો છે.

Meesho એપ પર આપણને ઘણા અલગ-અલગ પ્રોડક્ટ દેખાતા હોય છે પણ જો આપણે તે પ્રોડક્ટની જાણકારી પોતાના મિત્રો સાથે શેર કરીએ છીએ અને જો કોઈ વ્યક્તિ તે પ્રોડક્ટ લેવા તૈયાર થાય તો તમારે એ પ્રોડક્ટને પોતાની જાતે Meesho એપ દ્વારા ઓર્ડર કરવાનું હોય છે અને એમાં તે વ્યક્તિનો એડ્રેસ ઉમેરવાનો હોય છે જેથી તે પ્રોડક્ટ તેના ઘર સુધી ડિલિવર થઈ જાય.

જ્યારે તમે કોઈ પ્રોડક્ટને બીજા માટે ઓર્ડર કરશો ત્યારે તમારે તે પ્રોડક્ટને કેટલા ભાવમાં વેચવું છે એ નક્કી કરી શકશો અને એ પ્રમાણે તમને તમારો નફો પણ દેખાશે અને તમને કેટલો નફો તે ખરીદીમાંથી મળશે.

આ રીતે તમે Meesho પર કમાણી કરી શકો છો.

#Ad

Meesho influencer Program

જો તમે ઓનલાઇન કન્ટેન્ટ જેમ કે આર્ટીકલ કે વિડિયો વગેરે બનાવો છો અને તમારી પાસે સારા ફોલોવર્સ છે તો તમે પોતાના કન્ટેન્ટમાં Meesho ના પ્રોડક્ટ રજૂ કરી શકો છો અને જો તમારા ફોલોવર્સ તમારી લિન્ક દ્વારા કોઈ પ્રોડક્ટ ખરીદશે તો તમને 15% જેટલું કમિશન મળી શકે છે.

તમારે https://partners.meesho.com/ પર જઈને એકાઉન્ટ બનાવવાનું હોય છે.

આ રીતે તમે Meesho પ્લૅટફૉર્મ દ્વારા પૈસા કમાઈ શકો છો. મિત્રો આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

અમારી અન્ય પોસ્ટ:

#Ad

Leave a Comment