ઓનલાઇન સાઇબર ક્રાઇમ ફરિયાદ કેવી રીતે કરવી? | Complaint Cyber Crime Online in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe
Cybercrime Report

કોઈ પણ એવો ગુનો જે તમારી સાથે ઓનલાઇન ઇન્ટરનેટ પર, સ્માર્ટફોન દ્વારા કે કમ્પ્યુટર દ્વારા અથવા અન્ય ટેક્નોલૉજી દ્વારા થયો હોય તો આ ગુનો સાઇબર ક્રાઇમ કહેવાય છે.

જો તમારી સાથે કોઈ પણ પ્રકારની સાયબર ક્રાઇમ ઘટના થઈ હોય તો આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઓનલાઇન પોર્ટલ દ્વારા સાઇબર ક્રાઇમ ફરિયાદ ઘરે બેઠા નોંધાવી શકો છો. તો ચાલો જાણીએ.

#Ad

STEP – 1: સૌપ્રથમ તમારે cybercrime.gov.in નામની વેબસાઇટ ખોલવાની છે.

Report Woment/Child Related Crime

STEP – 2: જો તમારી સાથે મહિલા કે બાળકને લાગતો ગુનો થયો છે તો તમે REPORT WOMEN/CHILD RELATED CRIME પર ક્લિક કર્યા બાદ REPORT ANONYMOUSLY પર ક્લિક કરીને રિપોર્ટ નોંધાવી શકો છો.

STEP – 3: જો તમારી સાથે અન્ય પ્રકારનો સાયબર ક્રાઇમ થયો હોય તો તમારે REPORT OTHER CYBER CRIME પર ક્લિક કરવાનું છે.

File a Complaint

#Ad

STEP – 4: હવે તમારે File a complaint પર ક્લિક કરવાનું છે.

I accept button

STEP – 5: હવે તમારે I Accept પર ક્લિક કરવાનું છે. (તમારી ફરિયાદ સાચી હોવી જોઈએ, જો ખોટી ફરિયાદ કરશો તો તમારે એનું અલગ પરિણામ મળશે.)

Click here for new user

#Ad

STEP – 6: જો તમે આ વેબસાઇટમાં નવા યુઝર છો તો તમે “Click Here for New User” પર ક્લિક કરો.

FIll the form details to create account

STEP – 7: હવે તમારે પોતાનું રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું છે, પછી ઈમેલ એડ્રેસ ઉમેરવાનું છે, પછી મોબાઇલ નંબર ઉમેરીને Get OTP પર ક્લિક કરવાનું છે, તમને મેસેજમાં OTP મળશે એ તમારે OTP નંબરના બોક્સમાં લખવાનું છે. પછી તમને ડાબી બાજુ એક કોડ આપ્યો હશે એ તમારે “Captcha” માં લખવાનું છે અને Submit પર ક્લિક કરવાનું છે.

Enter your own details

#Ad

STEP – 8: હવે તમારે પોતાનું લૉગ ઇન આઈડી, ટાઇટલ, નામ, મોબાઇલ નંબર, એડ્રેસ વગેરે જેવી માહિતી ઉમેરીને ફોર્મ ભરવાનું છે અને Save & Continue પર ક્લિક કરવાનું છે.

Enter incident details

STEP – 9: Incident Details માં હવે તમારે તમારી ફરિયાદને લગતી માહિતી ભરવાની છે જેમ કે તમારી સાથે થયેલા ગુનાની કેટેગરી, તેની  સબ-કેટેગરી, કઈ તારીખે થયું હતું, તમે મોડી ફરિયાદ નોંધાવો છો કે નહીં, કયા પ્લૅટફૉર્મ પર આ ગુનો થયો, પછી લખીને સમજાવો તમારી ફરિયાદ વિશે, આ રીતે તમારે માહિતી ભરવાની છે અને Save as Draft & Next પર ક્લિક કરવાનું છે.

Enter Suspect Details

#Ad

STEP – 10: Suspect Details માં તમારે એવા વ્યક્તિની માહિતી ઉમેરવાની છે જેના પર તમને શંકા છે જેમ કે તે વ્યક્તિનું નામ, ઈમેલ આઈડી, એડ્રેસ અથવા જે તમને તેના વિશે સંપર્ક માહિતી ખબર હોય એ ઉમેરવાનું છે અને ફોર્મ ભર્યા પછી Save as Draft & Next બટન પર ક્લિક કરવાનું છે.

Enter Complainant Details

STEP – 11: Complainant Details માં જે વ્યક્તિ સાથે આ સાઇબર ક્રાઇમ થયો છે તેના વિશેની માહિતી માંગ્યા મુજબ ભરવાની છે અને પછી Save & Preview પર ક્લિક કરવાનું છે.

Submit Report

#Ad

STEP – 12: હવે તમને તમારી ફરિયાદની રિપોર્ટ બતાવવામાં આવશે, જો રિપોર્ટ બરાબર હોય તો તમે I Agree પર ટીક માર્ક કરીને Confirm & Submit પર ક્લિક કરો.

આ રીતે તમારી ફરિયાદ નોંધાઈ જશે અને તમે આ ફરિયાદને ત્યાંથી PDF ફોર્મેટમાં પણ ડાઉનલોડ કરી શકશો. તમને એક Acknowledgement Number નંબર પણ આપવામાં આવશે જેના દ્વારા તમે તમારી ફરિયાદને ટ્રેક કરી શકશો.

તમને વધારાની માહિતી તમારા મોબાઇલ નંબરમાં પણ મેસેજ દ્વારા મળશે અને તમે તમારી ફરિયાદને આ વેબસાઇટમાં આપવામાં આવેલા TRACK YOUR COMPLAINT ઓપ્શન પર જઈને ત્યાં આ Acknowledgement Number ઉમેરીને OTP ઉમેરીને જાણી શકો છો.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે.

#Ad

અન્ય પોસ્ટ:

Leave a Comment