ડુપ્લિકેટ આરસી બુક માટે અરજી કેવી રીતે કરવી? | Duplicate RC Book Apply Online in Gujarati?

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

જો તમારી અસલી RC ખોવાઈ ગઈ છે, ચોરી થઈ ગઈ છે અથવા તમારે ડુપ્લિકેટ RC માટે ઓનલાઇન એપ્લાઈ કરવું છે તો આજની પોસ્ટમાં તમને ઓનલાઇન ડુપ્લિકેટ RC કેવી રીતે એપ્લાઈ કરવું (Apply for Duplicate RC Online) એ જાણવા મળશે.

તો ચાલો જાણીએ.

#Ad

સૂચના: આ માહિતી ધ્યાનથી પહેલા વાંચો, સમજો અને પછી ધ્યાનપૂર્વક પગલાં અનુસરો.

ડુપ્લિકેટ RC માટે આ રીતે એપ્લાઈ કરો.

ડુપ્લિકેટ આરસી બુક માટે ઓનલાઈન અરજી કરો – Apply for Duplicate RC Book Online Gujarati

STEP – 1: સૌથી પહેલા parivahan.gov.in નામની વેબસાઇટ ખોલો.

Click on Vehicle Registration

STEP – 2: હવે વેબસાઇટમાં નીચે જવાનું છે અને Vehicle Registration પર ક્લિક કરવાનું છે.

#Ad
Select State

STEP – 3: હવે તમારે Select State Name પર ક્લિક કરીને પોતાનું રાજ્ય સિલેક્ટ કરવાનું છે.

Enter Vehicle Registration No

STEP – 4: હવે તમારે Vehicle Registration સિલેક્ટ કરીને “ENTER REGISTRATION NUMBER” માં પોતાનો વાહન નંબર લખવાનો છે અને “Proceed” પર ક્લિક કરવાનું છે.

Update Mobile Number in RC

STEP – 5: હવે તમને ઘણી અલગ-અલગ સર્વિસ દેખાશે, સૌપ્રથમ ધ્યાન રાખો કે તમારી RC સાથે મોબાઇલ નંબર લિન્ક હોવો જોઈએ.

#Ad

જો મોબાઇલ નંબર લિન્ક ન હોય તો તેને અપડેટ કરવા માટે સૌપ્રથમ ઉપર Home ની બાજુ વાળા Services પર ક્લિક કરીને Additional Services પર જવાનું છે અને પછી Update Mobile Number પર ક્લિક કરવાનું છે.

હવે એક સૂચના આવશે તે વાંચ્યા પછી YES પર ક્લિક કરવાનું છે.

Fill the form for update mobile number in RC

 

STEP – 6: હવે એક ફોર્મ ખુલશે, તેમાં માંગ્યા મુજબ ફોર્મમાં માહિતી ભરવાની છે, જે માંગવામાં આવેલી માહિતી હશે એ તમારા RC માં લખેલી હશે તો એ પ્રમાણે ફોર્મ ભરવાનું છે તમારે.

#Ad

ફોર્મ ભર્યા બાદ Show Details પર ક્લિક કરવાનું છે.

જો તમે નવો નંબર અપડેટ કરો છો તો તેમાં તમારે નવા નંબર પર OTP આવ્યો હશે એ પણ તમારે આપવાનો રહેશે.

આ રીતે તમારી RC માં મોબાઇલ નંબર અપડેટ થઈ જશે.

Apply for Duplicate RC

STEP – 7: હવે ડુપ્લિકેટ RC માટે એપ્લાઈ કરવા માટે Services પર ક્લિક કરો, પછી Vehicle Related Services પર ક્લિક કરીને Duplicate RC વાળા ઓપ્શન પર ક્લિક કરો.

#Ad
Enter Chassis Number

STEP – 8: હવે તમારો Vehicle Registration No આવી જશે, તેના નીચે તમારે પોતાના Chassis Number ના છેલ્લા 5 અક્ષર લખવાના છે અને Verify Details પર ક્લિક કરવાનું છે.

હવે ત્યાં જ Generate OTP પર ક્લિક કરવાનું છે.

OTP તમારા અપડેટ કરેલા મોબાઇલ નંબર પર આવશે, જે તમારે અહી લખવાનો છે અને Submit બટન પર ક્લિક કરવાનું છે.

Application Entry Form

STEP – 9: હવે તમારી સામે Application Entry Form આવી જશે, ત્યાં તમારે Duplicate RC પર ક્લિક કરવાનું છે.

#Ad

હવે બીજા નવા ઓપ્શન નીચે ખુલશે, તમારે Duplicate Certificate ની નીચે કારણ સિલેક્ટ કરવાનું છે.

તમને LOST, THEFT, TORN અને OTHER આમ 4 કારણ મળશે, જેમાં જો તમારી RC ચોરી અથવા ખોવાઈ ગઈ હોય તો તમારે પોલિસ સ્ટેશનમાં જણાવવું પડશે અને ત્યાંથી તમને રિપોર્ટ મળી હશે તો તેનો નંબર તમારે આમાં ઉમેરવાનો રહેશે, તેની તારીખ અને પોલિસ સ્ટેશન.

જો તમારી RC ચોરી અથવા ખોવાઈ ન હોય તો તમારે Reason માં OTHER સિલેક્ટ કરવાનું છે અને બીજા Reason માં કારણ લખી દેવાનું છે જેમ કે PLASTIC CARD RC વગેરે…

Pay fees for duplicate RC Plastic Card

STEP – 10: હવે નીચે તમારી સામે ઇન્સ્યોરન્સની માહિતી આવી જશે, તેની નીચે તમારે આ પ્લાસ્ટિક કાર્ડ માટે કેટલી ફી ભરવાની છે તે રકમ આવી જશે.

#Ad

હવે Save As Draft પર તમારે ક્લિક કરવાનું છે, પછી તમને એક application number મળશે તો તે નંબરને તમારે કોપી અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને OK બટન પર ક્લિક કરવાનું છે.

હવે પૈસા ભરવા માટે તમારે Pay Now પર ક્લિક કરવાનું છે.

પછી તમને તમારું કારણ બતાવવામાં આવશે, જો બધી જાણકારી બરાબર હોય તો તમારે ટિક માર્ક કરીને Confirm Details પર ક્લિક કરવાનું છે.

Select Payment Gateway

STEP – 11: હવે તમારે પેમેન્ટ ગેટવે સિલેક્ટ કરવાનું છે જેમાં તમારે SBI સિલેક્ટ કરવાનું છે. પછી ટિક માર્ક કરીને  Continue પર ક્લિક કરવાનું છે.

STEP – 12: હવે તમે SBI અથવા અન્ય બેન્ક દ્વારા નેટ બેંકિંગ અથવા ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.

તમારી સામે પેમેન્ટ માટેના ઓપ્શન આગળ આવતા જશે અને એ પ્રમાણે તમારે પેમેન્ટ કરવાનું રહેશે.

આ રીતે તમારું પેમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.

જો પેમેન્ટ કર્યા બાદ કોઈ પણ પ્રકારની સમસ્યા આવે છે તો અમે તમારા માટે નીચે એક વિડિયો મૂક્યો છે જેમાં અંતમાં તેનું સોલ્યુસન પણ બતાવ્યુ છે તો તે વિડિયો તમે જોવો.

પેમેન્ટ સફળ થયા બાદ એક તમારી રીસિપ્ટ બની જશે, તેને તમારે પ્રિન્ટ કરવી પડશે.

STEP – 13: રીસિપ્ટ પ્રિન્ટ કર્યા બાદ તમારે તે પ્રિન્ટ અને અસલી RC ને એક સાથે લઈને અથવા જો RC ખોવાઈ અથવા ચોરી થઈ ગઈ હોય તો તમારે પોલીસમાં ફરિયાદ કરેલી રિપોર્ટને લઈને RTO જમા કરાવવાનું છે અને પોસ્ટ દ્વારા તમને RC મોકલવામાં આવશે.

વધારે માહિતી તમે RTO દ્વારા અથવા આ વેબસાઇટ “https://parivahan.gov.in/parivahan/en/content/duplicate-rc” દ્વારા મેળવી શકો છો.

આ પણ વાંચો : 

Leave a Comment