કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું ? | How to Apply online Conductor Licence Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

જે લોકો ગુજરાતમાં કંડકટરની નોકરી મેળવવા માંગતા હોય તેવા લોકોને કંડકટરનું લાઇસન્સ મેળવવું ખૂબ જ જરૂરી છે તેના વગર તે કંડકટર ની નોકરી મેળવી શકતા નથી.

જે લોકો (conductor licence gujarat)ગુજરાત માં કંડકટરના લાયસન્સ માટે અરજી કરવા માંગતા હોય તે લોકો માટે હવે અરજી કરવી સરળ બની ગઈ છે કેમકે હવે તમે ઘરે બેઠા કંડકટર લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

#Ad
આ પણ વાંચો : કંડકટર ની ભરતી બહાર પડી 2023 માટે ખાલી જગ્યાઓ 3342

કંડકટર ના લાઇસન્સ મેળવવા માટે ઓનલાઇન અરજી – Conductor Licence online apply In Gujarat

આ લેખમાં આપણે જાણીશું કે કંડકટરના લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?, કોણ કાઢવી શકે અને તેના માટે ડોક્યુમેન્ટ શું જોશે તેની તમામ માહિતી નીચે મુજબ છે.

Conductor Licence Document In Gujarat – કંડકટર લાયસન્સ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • અરજી પત્ર – Application Form
  • ધોરણ 10 માર્કશીટ
  • ફર્સ્ટ એડ ની વિગતો
  • મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ
  • સરનામા નો પુરાવો
  • ઓળખ પુરાવો
આ પણ વાંચો : ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવો 

કંડક્ટર ના લાઇસન્સ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા – Apply Online Conductor Licence in Gujarat

STEP 1: સૌપ્રથમ કંડકટર લાઇસન્સ ની ઓનલાઇન અરજી કરવા માટે તમારે parivahan.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

STEP 2: ‘Online Services’ વિકલ્પ હેઠળ, ‘Driving Licence related Services’ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે.

#Ad

STEP 3: અને પછી તમારે Conductor Licence નામનું એક ઓપ્શન જોવા મળશે તેમાં New Conductor Licence બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: ત્યારબાદ તમારી સામે ઘણી બધી વિગતો જોવા મળશે તે બધી વાંચીને તમારે Continue બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 5: ત્યારબાદ તમારી સામે હવે એક ફોર્મ જોવા મળશે જેમાં તમારે તમારું પૂરું નામ, લિંગ, જન્મ તારીખ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, બ્લડ ગ્રુપ, મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી બધી વિગતો ભરવાની રહેશે.

STEP 6: પછી નવા પેજમાં તમારે તમારા સરનામાની વિગતો બધી ભરવાની રહેશે કાયમી સરનામું અને હાલનું સરનામું.

#Ad

STEP 7: પછી તમારે તમારા ફર્સ્ટ એડ ની ડિટેલ્સ અને મેડિકલ ફિટનેસ ડિટેલ ભરવાની રહેશે. 

ફર્સ્ટ એડ ની ડિટેલ્સ

  • FA issuing institution Name
  • Certification Number
  • Place of Issued
  • Issued Date
  • Medical Fitness Details Fitness Certificate No
  • Registration No. of Doctor
  • Clinic Name and Place
  • Issue Date

બધી ભરાઈ ગયા પછી તમને નીચે ડિકલેરેશનના બે સવાલ પૂછવામાં આવશે તે તમારે ભરીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

STEP 8: પછી તમારી સામે એકનોલેજમેન્ટ સ્લીપ તમને જોવા મળશે તેમાં એપ્લિકેશન નંબર હશે. તેમાં તમારે Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

#Ad

પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ફી પેમેન્ટ કરવાનું રહેશે. conductor licence fees in gujarat

આ પણ વાંચો

Conductor Licence Download/Print In Gujarat – કંડક્ટર લાયસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું તેની પ્રક્રિયા

જો તમે તમારું કંડક્ટર લાઇસન્સ ડાઉનલોડ કરવા માંગતા હો, તો નીચે દર્શાવેલ પગલાં અનુસરો:

STEP 1: ઓફિસિયલ પરિવહન સેવા વેબસાઇટની મુલાકાત લો.

#Ad

STEP 2: ડ્રોપડાઉન મેનૂમાંથી, તમારું રાજ્ય પસંદ કરો.

STEP 3: ‘Conductor Licence’ ઓપ્શન માંથી, ‘Print Conductor Licence’ વિકલ્પ પર ક્લિક કરો.

STEP 4: ‘Proceed’ વિકલ્પ પર ક્લિક કરો.

STEP 5: તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને ‘Submit’ પર ક્લિક કરો.

#Ad

STEP 6: તમારું કંડક્ટર લાયસન્સ ડાઉનલોડ કરવા માટે, ‘Print’ વિકલ્પ પર ક્લિક કરો.

આ પણ વાંચો : લર્નર લાઇસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું ?

કંડક્ટર લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ – Renew Conductor Licence Gujarat

તમારું કંડક્ટર લાઇસન્સ ઓનલાઈન રિન્યુ કરવાના પગલાં નીચે દર્શાવેલ છે:

STEP 1: ઓફિસિયલ પરિવહન સેવા વેબસાઇટની મુલાકાત લો..

STEP 2: ‘Online Services’ વિકલ્પ હેઠળ, ‘Driving Licence related Services’ વિકલ્પ પર ક્લિક કરો.

#Ad

STEP 3: ડ્રોપડાઉન મેનૂમાંથી, તમારું રાજ્ય પસંદ કરો.

STEP 4: ‘Conductor Licence’ ઓપ્શન માંથી, ‘Services on Conductor Licence’ વિકલ્પ પર ક્લિક કરો.

STEP 5: વિનંતી કરેલી બધી માહિતી દાખલ કરો અને ‘Next’ પર ક્લિક કરો.

STEP 6: ઓનલાઈન અરજી ફોર્મ ભરો.

STEP 7: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને Acknowledgement print કરો.

STEP 8: પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)માં જઈ ને દસ્તાવેજો સાથે અરજી ફોર્મ સબમિટ કરો.

STEP 9: ફીની ચુકવણી પૂર્ણ કરો.

અધિકારીઓ તમારા દસ્તાવેજોની ચકાસણી કરશે અને તમારી કંડક્ટર લાઇસન્સ રિન્યૂની પ્રક્રિયા કરશે.

અમને આશા છે કે આ લેખ દ્વારા તમને જાણવા મળ્યું હશે કે તમે કંડકટર લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકો છો. જો તમને કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું તેના માટે કોઈ પ્રશ્ન થતો હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.

આ પણ વાંચો : 

મહત્વપૂર્ણ લિંક્સ – Important Links

સતાવર વેબસાઇટhttps://parivahan.gov.in/
Helpline number0120-4925505
Email ID[email protected]
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : શું કંડકટર ના લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરી શકાય ?

જ :  હા, https://parivahan.gov.in/ આ વેબસાઇટ પર તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

પ્ર.2 : કંડકટર લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ શું જોઈએ?

જ : ધોરણ 10 માર્કશીટ, ફર્સ્ટ એડ ની વિગતો, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, સરનામાનો પુરાવો, ઓળખ પુરાવો

પ્ર.3 : શું મને કંડક્ટર લાઇસન્સ માટે અરજી કરવા માટે મેડિકલ પ્રમાણપત્રની જરૂર છે?

જ : 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના અરજદારોએ મેડિકલ સર્ટિફિકેટ (ફોર્મ 1A) સબમિટ કરવાની જરૂર છે. 40 વર્ષથી ઓછી ઉંમરના અરજદારો માટે ફોર્મ 1 આવશ્યક છે.

પ્ર.4 : શું મારું કંડક્ટર લાયસન્સ ડાઉનલોડ કરવું શક્ય છે?

જ : હા, તમે અધિકૃત પરિવહન સેવા વેબસાઇટની મુલાકાત લઈને તમારું કંડક્ટર લાઇસન્સ ડાઉનલોડ કરી શકો છો.

Sources And References

2 thoughts on “કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું ? | How to Apply online Conductor Licence Gujarat”

Leave a Comment