ફેસબુકનો ઉપયોગ આપણે મોટા ભાગના બધા જ લોકો કરીએ છીએ પણ ઘણી વખત આપણને ફેસબુકમાં પાસવર્ડ બદલવાની જરૂર પડે છે.
આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે ડેસ્કટોપમાં ફેસબુકમાં પાસવર્ડ બદલી શકો છો અને ફેસબુકની મોબાઇલ એપ દ્વારા પણ તમે પોતાના ફેસબુક એકાઉન્ટમાં પાસવર્ડ બદલી શકો છો તો ચાલો જાણીએ.
ફેસબુક મોબાઇલ એપ દ્વારા કેવી રીતે પાસવર્ડ બદલવો?
1. સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં ફેસબુક એપ ખોલો અને જમણી બાજુ ખૂણામાં ☰ હેમ બર્ગર આઇકન પર ક્લિક કરો.
2. હવે તમને એક સેટિંગ બટનનું આઇકન દેખાશે તો તમારે તે આઇકન પર ક્લિક કરવાનું છે.
3. હવે તમારે Password and Security પર ક્લિક કરવાનું છે.
4. હવે તમારે Change password પર ક્લિક કરવાનું છે.
5. હવે અહીથી તમારે Current માં અત્યારે જે પાસવર્ડ છે એ ઉમેરવાનો છે અને New અને Re-type new માં તમારે નવો પાસવર્ડ ઉમેરવાનો છે.
પછી તમે Update Password પર ક્લિક કરશો એટલે તમારો પાસવર્ડ બદલાઈ જશે.
જો તમારા ફેસબુક એકાઉન્ટમાં Two Factor Authentication હશે તો તમારી પાસે OTP માંગવામાં આવશે તો તે પ્રોસેસ પણ તમારે પૂરી કરવી પડશે.
આ રીતે તમે ફેસબુકની મોબાઇલ એપમાં પાસવર્ડ બદલી શકો છો.
ડેસ્કટોપમાં ફેસબુક પાસવર્ડ કેવી રીતે બદલવો?
1. facebook.com વેબસાઇટ ખોલો.
2. જમણી બાજુમાં આપેલા નીચેની તરફ જતાં ⬇ એરો બટન પર ક્લિક કરો.
3. Settings & Privacy પર ક્લિક કરો.
4. હવે તમારે Settings પર ક્લિક કરવાનું છે.
5. હવે તમારે Security & login પર ક્લિક કરવાનું છે.
6. હવે તમને Change password નું ઓપ્શન દેખાશે તો તમારે તેની સાથે આપેલા Edit પર ક્લિક કરવાનું છે.
આનાથી તમને પાસવર્ડ બદલવાનો ઓપ્શન મળશે.
7. હવે તમે અહીથી પાસવર્ડ બદલી શકો છો.
Current ના ટેક્સ્ટ બોક્સમાં તમારે હાલ જે તમારો ફેસબુક પાસવર્ડ છે એ લખવાનો છે.
New ના ટેક્સ્ટ બોક્સમાં તમારે નવો ફેસબુક પાસવર્ડ લખવાનો છે.
Re-type new માં તમારે ફરી તમારો નવો હમણાં ઉમેરેલો પાસવર્ડ જ ઉમેરવાનો છે.
હવે “Save Changes” પર ક્લિક કરવાનું છે.
જો તમે 2FA ઓપ્શન ચાલુ કર્યું હશે તો તમારી પાસે OTP માંગવામાં આવશે જે તમારા ફેસબુક મોબાઇલ નંબર અથવા ઈમેલ એડ્રેસ પર આવશે એટલે એ OTP સબમિટ કરશો એટલે તમારો પાસવર્ડ ફેસબુકમાં બદલાઈ જશે.
મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ ખૂબ જ ઉપયોગી થશે અને જાણવા મળ્યું હશે.
અન્ય પોસ્ટ પણ વાંચો: