Chiranjeevi Yojana In Gujarati 2023: ગુજરાત માં ઘણી મહિલાઓને પ્રસુતિ દરમિયાન આર્થિક અને સામાજિક કારણોસર ખતરનાક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. તો ચિરંજીવી યોજના આવી માતાઓ માટે અમલમાં મુકવામાં આવી છે. તેમના માટે આર્થિક સહાય,સુરક્ષા,યાત્રા ભાડું,સ્વાસ્થ્ય કેન્દ્ર જેવી સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે.
તો આપણે આ યોજના માં ફોર્મ કેવી રીતે ભરવાના તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે તેના વિશે ની સંપૂર્ણ માહિતી આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.
ગુજરાત ચિરંજીવી યોજના શું છે? – Chiranjeevi Yojana In Gujarati
ચિરંજીવી યોજના ની શરૂઆત ૨૦૦૫ માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવાર માં કોઈ મહિલાને પ્રસુતિ દરમિયાન આર્થિક તેમજ સામજિક રીતે મુશ્કેલી નો સામનો ના કરવો પડે તેના કારણે સરકાર દ્વારા પ્રસુતિ દરમિયાન માતાઓને રૂપિયા ૨૦૦/- સ્વાસ્થ્ય ખર્ચ, રૂપિયા ૩૦/- યાત્રા ખર્ચ અને રૂપિયા ૩૦/- ની આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજના હેઠળ ૧,૬૩,૬૦૯ જેટલી મહિલાઓએ તેનો લાભ ઉઠાવ્યો છે.
ચિરંજીવી યોજના ગુજરાત 2023
યોજના નું નામ | ચિરંજીવી યોજના ગુજરાત |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
વિભાગ | મહિલા અને બાળવિકાસ વિભાગ |
લાભાર્થી | ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ |
મળવાપાત્ર સહાય | પ્રસુતિ દરમિયાન આર્થિક સહાય |
સત્તાવાર વેબસાઇટ | gujaratindia.gov.in |
હેલ્પલાઈન નંબર | 7923232611 |
યોજના નો હેતુ – Objective Of Chiranjeevi Yojana
ચિરંજીવી યોજના નો મુખ્ય હેતુ એ છે કે કેટલીક માતાઓ જેઓ ગરીબી રેખાથી નીચે જીવે છે તેવા પરિવાર માટે આર્થિક અને સામાજિક કારણોસર ખતરનાક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. ચિરંજીવી યોજના આવી માતાઓની સહાય માટે અમલ લાવવામાં આવી છે તેમના માટે આર્થિક સહાય,સુરક્ષા,યાત્રા ભથ્થું,સ્વાસ્થ્ય ખર્ચ આપીને આર્થિક સહાય કરવાનો છે. આ યોજના થી ગરીબ મહિલાઓને ઘણી બધી મદદ મળતી હોય છે.
આ પણ વાંચો:
ચિરંજીવી યોજના માં કોણ લાભ લઈ શકે છે – Chiranjeevi Yojana Gujarat Eligibility
ચિરંજીવી યોજના ગુજરાત નો લાભ નીચે મુજબ ની વ્યક્તિ લઈ શકે છે:
- લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
- આ યોજના નો લાભ બી.પી.એલ ધારકો અને ગરીબી રેખાથી નીચે જીવતા પરિવાર ના લોકો ને મળે છે.
- અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ તેમજ B.P.L ધારકોને આ લાભ આપવામાં આવે છે.
- તેમજ ગરીબી રેખાથી નીચે જીવતા A.P.L ધારકોને પણ લાભ આપવામાં આવે છે.
આ પણ વાંચો: મહિલા ને મળશે રૂ 1 લાખ નું ધિરાણ
મળવાપાત્ર લાભ – What are the benefits of Chiranjeevi Yojana in Gujarat?
ચિરંજીવી યોજના હેઠળ નીચે મુજબ લાભ મળે છે:
- આ યોજના હેઠળ મહિલા ને પ્રસુતિ દરમિયાન આર્થિક અને સામાજિક રીતે સહાય આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ મહિલાને પ્રસુતિ દરમિયાન સ્વાસ્થ્ય ખર્ચ ૨૦૦/- રૂપિયા, યાત્રા ખર્ચ રૂપિયા ૩૦/- તેમજ રૂપિયા ૩૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.
- તેમજ પ્રસુતિ સુધી આર્થિક રીતે મદદ કરવામાં આવે છે.
ચિરંજીવી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ – Chiranjivi Yojana Required Documents
ચિરંજીવી યોજના નો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:
- લાભાર્થી નું આધારકાર્ડ
- આવકનો દાખલો
- B.P.L કાર્ડ
- જો બી.પી.એલ કાર્ડ ના હોય તો તલાટી શ્રી નો આવકનો દાખલો
- બેન્ક પાસબુક
- જાતિનો દાખલો
- રેશન કાર્ડ
આ પણ વાંચો : મહિલાને રૂ 1,25,000 ની લોન મળશે વ્યવસાય માટે
ચિરંજીવી યોજના ગુજરાત માટે અરજી કેવી રીતે કરવી – Chiranjeevi Yojana Apply
- ચિરંજીવી યોજના ની અરજી ઓફલાઈન કરવાની રહેશે.
- આ યોજના નું ફોર્મ નજીકની આંગણવાડી કેન્દ્ર, P.H.C સેન્ટર, હોસ્પીટલ જેવી જગ્યાએથી મેળવી લેવાનું રહેશે.
- આ યોજના નું ફોર્મ ભરીને તેની સાથે રેશન કાર્ડ, આવકનો દાખલો જેવા ડોકયુમેન્ટ લગાવીને હોસ્પીટલ માં રજુ કરવાનું રહેશે.
ચિરંજીવી યોજના નું ફોર્મ Download કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
Chiranjeevi Yojana Gujarat Pdf ડાઉનલોડ ફોર્મ
આ પણ વાંચો:
યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ:
સત્તાવાર વેબસાઇટ | Gujarat.gov.in |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
હેલ્પલાઈન નંબર | 7923232611 |
Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિક કરો |
ચિરંજીવી યોજના માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs
પ્ર.1 :ચિરંજીવી યોજના ગુજરાત નો લાભ લેવા ક્યાં સંપર્ક કરવાનો?
જ : આ યોજના નો લાભ લેવા માટે નજીકની આંગણવાડી નો સંપર્ક કરવાનો.
પ્ર.2 :જે લાભાર્થી પસે B.P.L કાર્ડ ના હોય તેમને લાભ મળી શકે?
જ : હા,જેમની પાસે B.P.L કાર્ડ નથી તેઓ તલાટી, સરપંચ અથવા મામલતદાર ના સહી સિક્કા વાળો આવકનો દાખલો મેળવવાનો રહેશે.
પ્ર.3 :Chiranjeevi Yojana Gujarat ની શરૂઆત ક્યારે થઈ?
જ : આ યોજના ની શરૂઆત ૨૦૦૬ માં થઈ હતી.