કોચિંગ સહાય યોજના 2023 | Coaching Sahay Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Coaching Sahay Yojana Gujarat : બિન અનામત આયોગ દ્વારા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ યોજનાઓ ચલાવવા માં આવે છે. જેવી કે વિદેશ અભ્યાસ લોન, શૈક્ષણિક અભ્યાસ લોન, સ્વરોજગારલક્ષી નાના પાયા ધંધા/વ્યવસાય માટે લોન, ભોજન બિલ સહાય, JEE, GUJCET, NEET પરીક્ષા માટે કોચીંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય વગેરે.

આજ લેખ માં તમને કોચિંગ સહાય યોજના વિષે માહિતી જાણવા મળશે કે કોચિંગ સહાય યોજના શું છે?, તેનો હેતુ, ટ્યુશન સહાય યોજના ના લાભ, જરૂરી ડોક્યુમેંટ્સ અને કોચિંગ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? તે સંપૂર્ણ માહિતી જોવા મળશે. આ યોજના ને ટ્યુશન સહાયની યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

#Ad

કોચિંગ સહાય યોજના શું છે? – What is Coaching Sahay Yojana Gujarat?

ગુજરાત માં બિન અનામત વર્ગના રહેતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને દર વર્ષે રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.

કોચિંગ સહાય યોજના હાઈલાઇટ – Coaching Sahay Yojana Gujarat Highlight

યોજના નું નામકોચિંગ સહાય યોજના (ટ્યુશન સહાય યોજના)
આયોગ નું નામગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
લાભાર્થીબિન અનામત  વર્ગના વિદ્યાર્થીઓ
મળવાપાત્ર સહાયદર વર્ષે રૂા.૧૫,૦૦૦/-
સતાવાર વેબસાઇટhttps://gueedc.gujarat.gov.in/
જિલ્લા હેલ્પલાઈન નંબરHelpline Number 

કોચિંગ સહાય યોજના નો હેતુ – Objective Of Tuition Sahay Yojana Gujarat

ગુજરાત માં રહેતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જે ધો 11,12 વિજ્ઞાન પ્રવાહ માં કરે છે તેને આર્થિક રીતે કોચિંગ સહાય આપવામાં માટે તેનો મુખ્ય હેતુ છે. જેથી બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવી શકે અને આગળ વધે..

કોચિંગ સહાય યોજના માટે કોણ લાભ લઈ શકે – Eligibility Of Tuition Sahay Yojana Gujarat

ગુજરાત રાજ્યમાં બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને Coaching Sahay Yojana નો લાભ મેળવી શકે છે. આવા વિદ્યાર્થીઓ પાસે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર ધરાવતા હોવું ફરજિયાત છે. ધોરણ- 10 માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને કોચિંગ કલાસમાં ભણતા હોય તેવા ધોરણ- 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટ્યુશન સહાય યોજના નો લાભ લઈ શકે છે.

#Ad

જો કોઈ વિદ્યાર્થી શાળા કે કોલેજ માં કોચિંગ માટે ફી ભરેલ હશે તેને આ સહાય મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર અલગ થી કરવામાં આવતા ટયુશન લેવામાં આવે તેને સહાય મળવા પાત્ર થાય છે 

આવક મર્યાદા : બિન અનામત જાતિના વિદ્યાર્થીઓ ની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 450000 (સાડા ચાર લાખ) થી ઓછી હોવી જોઈએ.

આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે અરજી કેવી રીતે કરવી ?

કોચિંગ સહાય યોજના દ્વારા મળવાપાત્ર સહાય – Benefits Of Coaching Sahay Yojana Gujarat

ગુજરાત માં વસતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ માં ૭૦ ટકા કે તેથી થી વધુ મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.

#Ad

કોચિંગ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Documents Of Tuition Sahay Yojana Gujarat

  • આધાર કાર્ડ (Aadhar Card)
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર – આવક નો દાખલો
  • રહેઠાણનો પુરાવો
  • ધોરણ-10 ની માર્કશીટ
  • ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/ LC)
  • બેંક પાસબુકની
  • પ્રિન્સિપાલ નું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટીફિકેટ
  • ટ્યુશન કલાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે)

કોચિંગ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Apply Online For Coaching Sahay Yojana Gujarat

STEP 1 : સૌપ્રથમ તમારે નિગમ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમને તેમાં Scheme નામનું એક મેનુ જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

Official Website : https://gueedc.gujarat.gov.in/

STEP 2 : ત્યારબાદ તેમાં કોચિંગ સહાય યોજના (Coaching Help Scheme)ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 3 : ત્યારબાદ તમને તેમાં ટ્યુશન સહાય યોજના વિશે થોડી માહિતી જ જોવા મળશે ત્યારબાદ નીચે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.

#Ad

STEP 4 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને લોગીન આઈડી અને પાસવર્ડ માંગશે.

જો તમે પહેલી વખત જ આ વેબસાઈટ ઉપર આવો છો અને રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે સૌ પ્રથમ તમારે ઇ-મેલ આઇડી મોબાઈલ નંબર પાસવર્ડ નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ત્યારબાદ તમે લોગીન કરી શકશો.

STEP 5 : હવે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ જોવા મળશે જે પણ યોજનામાં તમે અરજી કરવા માંગતા હોય તેમાં Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.

#Ad

STEP 6 : પછી તમારે વિદ્યાર્થીઓ પોતાના ટ્યુશન ક્લાસ ની તથા પોતાના સંપર્ક ની વિગતો ભરવાની રહેશે અને Save બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 7 : બધી વિગતો ભર્યા બાદ તમારે હવે પાસપોર્ટ સાઈઝ ફોટો – સિગ્નેચર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

આ પણ વાંચો : જાણો ફોટા ની સાઈઝ કેવી રીતે ઓછી કરવી?

STEP 8 : ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે હવે અરજીને કન્ફર્મ કરવાની રહેશે તે માટે Confirm Application ઉપર ક્લિક કરવાનું રહેશે.

#Ad

STEP 9  : અરજી કન્ફર્મ કર્યા બાદ તમારી સામે એપ્લિકેશન નંબર જોવા મળશે તે તમારે કોઈપણ સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવો.

નોંધ : ઓનલાઇન અરજી કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે અને જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે તેટલા બધા જ ડોક્યુમેન્ટ તમારે જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક જિલ્લા સમાજ કલ્યાણ ખાતામાં રૂબરૂ અથવા કુરિયર દ્વારા મોકલવાના રહેશે.

કોચિંગ સહાય યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્ન્નો – FAQs

પ્રશ્ન 1 : ટ્યુશન સહાય કયા અભ્યાસના વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે?

જવાબ : બિન અનામત વર્ગના ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય મળવાપાત્ર છે.

#Ad

પ્રશ્ન 2 : ટ્યુશન સહાય મેળવવા માટે વધુમાં વધુ કેટલી ટકાવારી હોવી જોઈએ?

જવાબ : કોચિંગ સહાય મેળવવા માટે ધોરણ 10 માં 70% કે તેથી વધુ હોવા જરૂરી છે.

પ્રશ્ન 3 : કોચિંગ સહાય યોજનામાં લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? 

જવાબ : રૂપિયા 4.50 લાખથી ઓછી આવક મર્યાદા કેટલી હોવી જોઈએ

પ્રશ્ન 4 : ટ્યુશન સહાય માં કેટલી રકમ મળવા પાત્ર છે?

જવાબ : રૂ.૧૫૦૦૦

આ પણ વાંચો : 

Leave a Comment