નોંધ: UAN કાર્ડ ડાઉનલોડ કરવા માટે EPFO માં લોગિન કરવું ફરજિયાત છે. આનો અર્થ એ છે કે UAN કાર્ડ ડાઉનલોડ સાથે આગળ વધવા માટે તમારે તમારો UAN નંબર જાણવો આવશ્યક છે.
UAN કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા – Process to download the UAN card In Gujarati
STEP 1: સૌપ્રથમ તમારે EPFO Member Portal પર જવાનું રહેશે જે નીચે લિંક આપેલી છે તેના પર ક્લિક કરો.
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/.
STEP 2: ત્યાર બાદ તમારે લોગ ઇન કરવું પડશે , EPFO હોમપેજ પર તમારો UAN, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો.
STEP 3: લોગીન કર્યા બાદ UAN Card વિકલ્પ પર ક્લિક કરો.
STEP 4: તમારું UAN કાર્ડ તમારી વિગતો અને ફોટા સાથે સ્ક્રીન પર દેખાશે. PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે Download બટન પર ક્લિક કરો.
STEP 5: તમારું UAN કાર્ડ તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ થશે. તેને યોગ્ય જગ્યાએ સાચવો અથવા પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો :
UAN કાર્ડ પર કઈ કઈ વિગતો હોઈ છે?
- તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN Number)
- તમારું નામ
- તમારા પિતાનું નામ
- KYC Status Yes /No
- QR Code
- Date Stamp
UAN વિશે વારંવાર પુછાતા પ્રશ્નો – FAQs
UAN નું પૂરું નામ શું છે?
UAN નો અર્થ યુનિવર્સલ એકાઉન્ટ નંબર છે. (Universal Account Number)
UAN શું છે?
UAN એ 12-અંકનો ઓળખ નંબર છે જે EPFO નોંધાયેલા કર્મચારીઓને જારી કરવામાં આવે છે. આ નંબર પીએફ સંબંધિત તમામ માહિતી માટે, પીએફ ઉપાડવા કે પીએફ ટ્રાન્સફર ની પ્રક્રિયા કરવા માટે જરૂરી છે.
UAN કાર્ડ શું છે?
UAN કાર્ડ એ EPFO દ્વારા તેના તમામ નોંધાયેલા કર્મચારીઓને જારી કરાયેલ ઓળખનો પુરાવો છે. તેમાં સભ્યનું UAN, નામ, પિતાનું નામ અને KYC સ્ટેટસ જેવી વિગતો હોય છે.