ઓનલાઇન પૈસા કમાવવાના ઘણા રસ્તા છે પણ આજે અમે તમારી સાથે પૈસા કમાવવાના એક નવા રસ્તા વિશે વાત કરીશું. જો તમે અલગ-અલગ પુસ્તકો રેગ્યુલર વાંચો છો અથવા તમને પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે. જો તમે પુસ્તકો વાંચીને ઘણું કઈકને કઈક શિખતા રહો છો તો આજની આ જાણકારી તમને ઘણી ઉપયોગી થશે.
આજે હું તમારી સાથે પૈસા કમાવવાના 6 રસ્તા વિશે વાત કરીશ, આ 6 રસ્તાને જો તમે સારી રીતે સમજશો તો તમે પુસ્તકો વાંચતાં-વાંચતાં પણ પૈસા કમાઈ શકો છો.
સૂચના: જો તમે ડાઇરેક્ટ એવું વિચારતા હોવ કે તમે માત્ર પુસ્તકો વાંચશો અને તમને પૈસા મળી જશે? તો આ પોસ્ટ આ માટે નથી લખવામાં આવી. અમે બસ એ જણાવવા માંગીએ છીએ કે જો તમને પુસ્તકો વાંચવાનો શોખ છે તો તમે કેવી રીતે આ શોખથી એક નવી આવક ઊભી કરી શકો છો.
પુસ્તકો વાંચવા-વાંચતાં પૈસા કમાવવાના 6 રસ્તા
1. વિડિયો બનાવીને
જો તમે પુસ્તકો વાંચો છો તો તમે પુસ્તક ઉપર અલગ-અલગ પ્રકારના વિડિયો પણ બનાવી શકો છો અને તેને Youtube પર અપલોડ કરીને કમાણી કરી શકો છો.
જો તમે કોઈ પુસ્તક ધ્યાનથી વાંચ્યું હશે તો તમને ઘણું બધુ એમાંથી શીખવા મળ્યું હશે તો તમે પુસ્તક વાંચ્યા બાદ એક પૂરો વિડિયો બનાવી શકો છો કે તમને તે પુસ્તકમાંથી શું-શું શીખવા અને જાણવા મળ્યું.
તમે તે પુસ્તકમાંથી શિખેલી વસ્તુને કેવી રીતે પોતાના જીવનમાં ઉતારી અને તમારું જીવન કેવી રીતે બદલાયું એવા અનુભવો તમે વિડિયો દ્વારા રજૂ કરી શકો છો.
ઘણા લોકો નવું પુસ્તક ખરીદતા પહેલા અથવા કઈક નવું જાણવા માટે આવા વિડિયો જોતાં હોય છે.
તમે પૂરા પુસ્તકનો સારાંશ પણ 10 કે 20 મિનિટના વિડિયોમાં સમજાવી શકો છો. તમે અલગ-અલગ પુસ્તકોને ખરીદીને તેના ઉપર રિવ્યૂ વિડિયો બનાવી શકો છો.
જો તમને કોઈ પુસ્તકનો વિચાર ગમ્યો હોય તો તમે તેના વિશે ચર્ચા કરતો વિડિયો બનાવી શકો છો, તમે પુસ્તકોના વિચારો સમજીને તેમાં પોતાના વિચારો વિડિયો દ્વારા જણાવી શકો છો.
આવા વિડિયોથી જોવાવાળા દર્શકોને વધારે તે પુસ્તક વિશે જાણવા મળે છે. એક જ પુસ્તકમાં ઘણા બધા ચેપ્ટર હોય છે તો તમે એક-એક ચેપ્ટરનો વિડિયો બનાવીને પણ દર્શકોને સમજણ આપી શકો છો.
તમારે પુસ્તકોને કોપી નથી કરવાનું પણ પુસ્તક વિશે જ્યારે તમે વાત કરો ત્યારે પોતાના વિચારો પણ ઉમેરવાના જેથી દર્શકોને વધારે વેલ્યૂ મળે.
આવા વિડિયો તમે બનાવીને યુટ્યુબ જેવા પ્લૅટફૉર્મ પર મૂકી શકો, ફેસબુક પર પણ મૂકી શકો છો અને તેમાંથી કમાણી પણ કરી શકો છો.
જો તમારે જાણવું હોય કે યુટ્યુબ પર કમાણી કરવાના રસ્તા કયા-કયા છે તો અમારી આ પોસ્ટ જરૂર વાંચો: યુટ્યુબ પર કમાણી કરવાના 8 રસ્તા.
2. લખાણ લખીને
જો તમારે પુસ્તકો ઉપર વિડિયો ન બનાવવા હોય તો તમે તેના વિશે લખાણ લખી શકો છો. તમે ઇન્ટરનેટ પર પોતાની મનપસંદ ભાષા ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતીમાં એક બ્લોગ બનાવી શકો છો જેમાં તમે પુસ્તકો વિશે આર્ટીકલ લખો અને જ્યારે તમારા બ્લોગ પર વાંચકો આવવાના શરૂ થશે ત્યારે તમે જાહેરાતો લગાવીને પૈસા કમાવી શકો છો.
તમે અલગ-અલગ પ્લૅટફૉર્મ જેમ કે Quora, Medium, Instagram કે Twitter જેવા પ્લૅટફૉર્મમાં પણ પોતાનું લખાણ શેર કરીને વધારે વાંચકો વધારીને તમે અલગ-અલગ રીતે પોતાના કન્ટેન્ટને Monetize કરી શકો છો.
તમારી પાસે બસ પોતાનું લખાણ હોવું જોઈએ અને તેને વાંચવાવાળા લોકો પણ, આનાથી તમે ઘણી અલગ-અલગ રીતે કમાણી કરી શકો છો.
3. ગ્રાફિક્સ બનાવીને
જો તમને અલગ-અલગ ગ્રાફિક્સ ચિત્રો બનાવવાનું પસંદ હોય તો તમે અલગ-અલગ ગ્રાફિક્સ ચિત્રો બનાવી શકો છો જેમાં તમે તે પુસ્તકમાં જણાવેલી ઘટનાઓને દર્શાવી શકો છો અને તેમાંથી મળતી શીખને દર્શાવી શકો છો.
આ ગ્રાફિક્સ ચિત્રોને તમે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં પોસ્ટ કરી શકો છો અને પોતાના ફોલોવર્સ વધારી શકો છો.
જ્યારે તમારા ફોલોવર્સ વધવાના ચાલુ થઈ જાય ત્યારે તમે અલગ-અલગ કમાણીના રસ્તા દ્વારા પૈસા કમાઈ શકો છો.
જેમ કે તમે Affiliate Marketing કરી શકો છો, ઇ-પુસ્તક પોતાનું બનાવીને વેચી શકો છો, તમે અલગ-અલગ સ્પોન્સરશીપ લઈ શકો છો.
આવા ઘણા કમાણીના રસ્તા છે, બસ તમારી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ અને તેને જોવા વાળા લોકો પણ હોવા જોઈએ.
4. ઓડિઓ બૂક બનાવીને
જો તમારો અવાજ સારો છે અથવા તમને બોલવાનું ગમે છે તો તમે અલગ-અલગ પુસ્તકોનું ઓડિઓ બૂક બનાવીને તેને અલગ-અલગ ઓડિઓ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મમાં અપલોડ કરી શકો છો.
તમે ઓડિઓબૂકને યુટ્યુબમાં પણ અપલોડ કરી શકો છો અને પૈસા કમાવી શકો છો. તમારે બસ જોવાનું છે કે હાલ અત્યારે કયા-કયા એવા પ્લૅટફૉર્મ છે જ્યાં ઓડિઓબૂક છે અને કેવી રીતે તે લોકો ઓડિઓબૂક બનાવે છે, તેના નિયમો વગેરે તમારે જાણવા પડશે અને તમે સરસ-સરસ ઓડિઓબૂક બનાવી શકો છો.
5. કોર્સ બનાવીને
તમે કોઈ પુસ્તક ઉપર પૂરો કોર્સ પણ બનાવી શકો છો જેમાં તમે તે પુસ્તકો વિશે પોતાના વિચારો દ્વારા સારી સમજણ આપી શકો છો. તમે તે કોર્સને અલગ-અલગ પ્લૅટફૉર્મમાં અપલોડ કરી શકો છો, આ કોર્સને તમે વેચીને પૈસા કમાઈ શકો છો. આ કોર્સના પ્રમોશન માટે તમે ઓનલાઇન તમારા તે કોર્સની જાહેરાતો ચલાવી શકો છો.
6. પ્રૂફરીડર તરીકે – Proofreader
તમે એક પ્રૂફરીડર પણ બની શકો છો. ઘણા લેખકોને પ્રૂફરીડરની જરૂર હોય છે કારણ કે તે લેખકોને પોતાનું લખાણ પબ્લિશ કરતાં પહેલા બધી ભૂલો સુધારવાની હોય છે અને આ કામમાં પ્રૂફરીડર વધારે કામ આવે છે.
એક પ્રૂફરીડર લખાણ વાંચીને તેમાં રહેલી બધી વ્યાકરણ કે જોડણીની ભૂલોને જોવે છે અને લખાણ વાંચવા લાયક છે કે નહીં એ પણ જોવે છે આની એક-એક કરીને બધી ભૂલો બહાર કાઢીને સુધારે છે.
જો કોઈ ભાષામાં તમે જાણકાર હોવ તો તમે તે ભાષામાં પ્રૂફરીડર તરીકે કામ કરી શકો છો. તમે ફ્રીલાન્સ તરીકે પણ કામ કરી શકો છો.
આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે. તમે કોઈ પણ કામ કરો કે કોઈ પણ પ્લૅટફૉર્મ પર કામ કરો તો તેના નિયમો પણ જરૂર જોજો જેથી તમે કરેલી મહેનત ન વેડફાય. આભાર.
અમારી અન્ય પોસ્ટ: