શું મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને પૈસા કમાવવા માંગો છો? જો તમારો જવાબ “હા” છે તો અમે આજે તમને જણાવીશું 9 એવા રસ્તા જેના દ્વારા તમે Instagram દ્વારા પૈસા કમાઈ શકો છો. how can you earn money from instagram
તમારી પાસે Instagram પર પેજ હોવું જોઈએ જેમાં તમે રેગ્યુલર કન્ટેન્ટ પબ્લિશ કરતાં હોવ અને તમારા પેજમાં ઘણા સારા ફોલોવર્સ હોવા જોઈએ. જો તમારા પેજ પર વધારે ફોલોવર્સ અને લોકો તમારા પેજ ઉપર વિશ્વાસ કરતાં હોય તો Instagram દ્વારા તમે સરળતાથી કમાણી કરી શકો છો.
ચાલો આપણે જાણીએ 9 એવી રીતે જેના દ્વારા તમે ઇન્સ્ટાગ્રામ પર પૈસા કમાઈ શકો છો. (how to monetize your instagram)
9 રીત ઇન્સ્ટાગ્રામ દ્વારા પૈસા કમાવવાની – 9 Way to Earn Money From Instagram
1. પ્રમોશન પોસ્ટ – Earn Money From Instagram Paid Promotion
તમે ઇન્સ્ટાગ્રામમાં પોતાના પેજ પર પ્રમોશન પોસ્ટ બનાવી શકો છો જેમાં તમે કોઈ બ્રાન્ડ અથવા કોઈ બીજા પેજને ટેગ કરીને તેમણે પ્રમોટ કરી શકો છો. પ્રમોશન પોસ્ટમાં તમારે બીજી કોઈ બ્રાન્ડ કે પેજની સર્વિસને પોતાના પેજ પર પોસ્ટ પબ્લિશ કરીને અને તેમને ટેગ કરીને આગળ વધારવાનું હોય છે. (how to get paid for promotion on instagram)
જો તમારી પાસે વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ અને શેર આવતા હોય એ પ્રમાણે તમને દર પ્રમોશન પોસ્ટને પોતાના પેજ પર પબ્લિશ કરવા માટે પૈસા મળતા હોય છે.
તમે સામેથી પણ તમે જે પ્રકારનું કન્ટેન્ટ બનાવો છો એ પ્રમાણેની બ્રાન્ડ સુધી પહોચીને તેમની પોસ્ટનું પ્રમોશન કરી શકો છો અને તેમની પાસેથી તમારો ચાર્જ વસૂલી શકો છો.
ઘણા પેજ હજારોમાં એક પ્રમોશન પોસ્ટ માટેનો ચાર્જ લેતા હોય અને ઘણા પેજ લાખો અને ઘણા પેજ એક પ્રમોશન પોસ્ટ માટે કરોડો રૂપિયા પણ લેતા હોય છે.
તમારા પેજ પર જે પ્રમાણે ફોલોવર્સ અને એંગેજમેંટ હશે એ પ્રમાણે તમારે તેનો ચાર્જ લેવાનો હોય છે.
2. એફિલિએટ માર્કેટિંગ – Earn Money from Instagram Doing Affiliate marketing
જો તમારા પેજમાં વધારે લોકો જોડાયેલા હોય તો તમે તમારા પેજ દ્વારા એફિલિએટ માર્કેટિંગ ચાલુ કરી શકો છો. તમારે સૌથી પહેલા પોતાના પેજ પર જે કન્ટેન્ટ પબ્લિશ થાય છે એ જોવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અફિલિએટ પ્રોગ્રામમાં જોડાવાનું હોય છે.
તમે જે પ્રકારનું કન્ટેન્ટ પબ્લિશ કરો છો તો એ જ કેટેગરીનું તમે અફિલિએટ પ્રોડક્ટને પોતાના પેજ દ્વારા તમે પ્રમોટ કરો તો તેની સેલ વધવાની સંભાવના વધી જાય છે.
તમારે બસ સારા અફિલિએટ પ્રોગ્રામ શોધવા પડશે અને તમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને પેજના બાયોમાં લિન્ક મૂકીને અલગ-અલગ અફિલિએટ પ્રોડક્ટ પ્રમોટ કરી શકો છો અને જે સેલ તમારી લિન્ક દ્વારા થશે એ પ્રમાણેનું તમને કમિશન મળશે.
3. પોતાના પ્રોડક્ટ પ્રમોટ કરો – Promote own Products On Instagram
જો તમારી પાસે પોતાનું પ્રોડક્ટ હોય જેમ કે તમે પોતાના પેજની બ્રાન્ડિંગની ટી-શર્ટ અને બીજા અલગ-અલગ પ્રોડક્ટ વેચતા હોવ તો તમે પોતાના પ્રોડક્ટને જ પોતાના પેજ દ્વારા પ્રમોટ કરી શકો છો.
તમારે બસ પોતાના પ્રોડક્ટને કોઈ વેબપેજ પર લિસ્ટ કરવાના હોય છે અને પછી ત્યાં તમારે પેમેન્ટ ગેટવે સેટઅપ કરવાનું હોય છે જેના દ્વારા તમે પેમેન્ટ લઈ શકો.
ત્યારબાદ તમારે તેની ડિલિવરી કેવી રીતે કરવું તો તેની પ્રોસેસ પણ બનાવવી પડશે જેથી કોઈ તમારો ફોલોવર તમારું પ્રોડક્ટ ખરીદે તો તેને તે પ્રોડક્ટ તેના ઘર સુધી ડિલિવર થઈ જાય.
4. કોર્સ વેચીને – Earn Money to sell Course in Instagram
જો તમારી પાસે કોઈ ખાસ આવડત અથવા નોલેજ છે તો તમે તે નોલેજ અને આવડતને કોર્સ દ્વારા બધાને શીખવાડી શકો છો. કોર્સમાં તમે અલગ-અલગ તમારી આવડત પ્રમાણે વસ્તુ શીખવાડી શકો અને તેને ઓનલાઇન પોતાના પેજ દ્વારા કોર્સને વેચવાનો હોય છે.
તમારે બસ કોર્સને કોઈ વેબસાઇટમાં લિસ્ટ કરવાનો હોય છે અને યુઝર જેમ પેમેન્ટ કરે તેમ તેને તમારો કોર્સ મળી જવો જોઈએ તેવું સિસ્ટમ અને પ્રોસેસ તમારે તૈયાર કરવી પડશે.
આ રીતે તમે જાતે કોર્સ બનાવીને તેને પોતાના પેજ દ્વારા જ વેચી શકો છો.
5. ઇન્સ્ટાગ્રામ કોચ બનીને
જો તમારા ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા પેજ છે અને તમને ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવવા અને એક પેજમાં કેવી રીતે ફોલોવર્સ વધારવા અને કેવી રીતે વિશ્વાસુ લોકોને પોતાની સાથે જોડવા અને એક ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા પોતાનો ધંધો ઊભો કેવી રીતે કરવો, કોઈ પેજમાં ખામી શું છે અને પેજમાં થતી ભૂલો કેવી રીતે અટકાવી શકાય, આ તમને આવડતું હોય અને તમને અનુભવ હોય તો તમે એક ઇન્સ્ટાગ્રામ કોચ પણ બની શકો છો.
તમે અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ પેજ સુધી પહોચીને તેમને ઓનલાઇન કોચિંગ આપી શકો છો જેમાં તમે તેમને ઇન્સ્ટાગ્રામ પેજને આગળ વધારવાની અને તેમાં ફોલોવર્સ વધારવાની સ્ટ્રેટજી વગેરે શેર કરો.
તમે જેટલા કલાક તેમણે માર્ગદર્શન ઓનલાઇન આપશો એ પ્રમાણે તમે પોતાનો ચાર્જ લઈ શકો છો.
6. સબ્સક્રિપ્શન સર્વિસ – Make Money from Instagram subscription services
જો તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર ખૂબ વધારે Audience છે તો તમે એક સબ્સક્રિપ્શન સર્વિસ પણ ચાલુ કરી શકો છો. જેમાં તમે એક બીજું પ્લૅટફૉર્મ બનાવો જેમ કે પ્રાઇવેટ ટેલિગ્રામ ગ્રૂપ જેમાં તમે પોતાના ફોલોવર્સને એવું કન્ટેન્ટ આપો જે બસ તેમને જ તે કન્ટેન્ટ મળે અને બીજા કોઈને આ કન્ટેન્ટ ના મળે.
તમે દર મહિને અમુક પૈસા એમની પાસેથી લઈ શકો છો અને પછી એમને તે પ્રાઇવેટ ગ્રુપમાં મેમ્બર બનાવી શકો છો. આનાથી દર મહિને તમને યુઝર પૈસા આપશે અને તમારે એમના માટે સ્પેશલ કન્ટેન્ટ બનાવવું પડશે.
ટેલિગ્રામ ગ્રુપમાં એવું પણ ફીચર છે જેમાં તમે જે પણ કન્ટેન્ટ તે ટેલિગ્રામ પ્રાઇવેટ ગ્રુપમાં શેર કરશો એ કન્ટેન્ટને તમારા ગ્રુપના મેમ્બર બીજે ક્યાય પણ શેર નહીં કરી શકે અને તેનો સ્ક્રીનશોટ પણ નહીં લઈ શકે.
તો આ રીતે તમે સ્પેશલ સર્વિસ ચાલુ કરી શકો છો અને જેમાં તમારા અમુક ફોલોવર્સ તમારા તે પ્રોગ્રામમાં જોડાશે અને તમને પૈસા પણ મળશે.
7. E-Books વેચીને – Sell E-Books On Instagram and earn money
જો તમારી પાસે ઘણું નોલેજ અને અનુભવ છે જેને તમે લખીને શેર કરી શકો છો તો તમે પોતાની ઈ-બૂક પણ લખીને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા વેચી શકો છો.
8. બ્રાન્ડ એમ્બેસેડર – Brand Ambassador
તમે કોઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર પણ બની શકો છો પણ તમારો પ્રભાવ તમારા ફોલોવર્સ પ્રત્યે ખૂબ વધારે હોવો જોઈએ અને તમે ખૂબ લોકપ્રિય અને વિશ્વાસુ વ્યક્તિ હોવા જોઈએ જેના કારણે ઘણી કંપની તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે તૈયાર થશે.
તમારે એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તે કંપનીના પ્રોડક્ટને પોતાના પેજ દ્વારા રેગ્યુલર રીતે પ્રમોટ કરતું રહેવું પડે છે અને તમારે ઑફર્સ પણ અલગ-અલગ જણાવવા પડશે જેનાથી તમારા દ્વારા તમારા ફોલોવર્સ તે કંપની કે બ્રાન્ડને જાણે અને તેના પ્રોડક્ટ ખરીદે.
9. પોતાની સર્વિસને પ્રમોટ કરો – Promote Own Service
જો તમારી પાસે અલગ-અલગ આવડત છે જેમ કે વિડિયો એડિટિંગ, વેબ ડેવ્લોપર, ગ્રાફિક્સ, બોલવું, લખવું વગેરે તો તમે તેને લગતી સર્વિસને પોતાના પેજ દ્વારા પ્રમોટ કરી શકો છો અને વધારે ક્લાઈન્ટ મેળવી શકો છો.
તો મિત્રો આશા છે આ જાણકારી તમને ઉપયોગી થશે અને તમને આજે ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા પૈસા કમાવવાના અલગ-અલગ રસ્તા વિશે બરાબર જાણકારી મળી હશે. (how to earn money from instagram in india)
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: