ગુજરાત માં ઘણા બધા ખેડૂતો એવા છે કે જે પશુપાલન કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ તેના માટે તે લોકો પાસે પશુપાલન ની વસ્તુ, આર્થિક સહાય અને તાલીમ ની જરૂર હોય છે તો તે માટે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પશુપાલન યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ પર થી બધી યોજના નો લાભ લઈ શકો છો.
આ આર્ટિકલ દ્વારા આપણે જાણીશું કે જે ગુજરાત ના ખેડૂત મિત્રો ને Pashupalan Yojana Gujarat થકી કેટલી સહાય મળે છે? તો ગુજરાતના ખેડૂતોને તે સહાય લેવા માટે શું કરવું પડશે તેના વિશે આ આર્ટિકલ માં જણાવવામાં આવ્યું છે. તો છેલ્લા સુધી આ લેખ વાંચો.
આઈ ખેડૂત પશુપાલન યોજના શું છે? – I-khedut Pasupalan Yojana In Gujarati
આ યોજના થકી જે અનુસૂચિત જાતિ તેમજ જનજાતિ ના ખેડૂતો અને જે સામાન્ય ખેડૂતો છે તેમને આર્થિક રીતે મદદ મળે છે અને સરકાર દ્વારા ખેડૂતોને નાણાંકીય રીતે મદદ મળે છે.આ યોજનામાં જે ગાય ભેંસ હોય છે તેમને વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય મળતી હોય છે તેમજ તેવી બીજી પણ ઘણી યોજનાઓ છે.
પશુપાલન લોન યોજના 2023 ગુજરાત ની વિગતો
યોજનાનો હેતુ – Objective Of I-Khedut Pasupalan Yojana
આ યોજના નો મૂળ હેતુ એ છે કે જે ખેડૂત મિત્રો પાસે યોગ્ય સાધનનો અને આર્થિક બાબત માં અભાવ છે તેવા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો મુખ્ય ધ્યેય છે.તેમજ તેઓ પણ પોતાના પશુ ને સારી રીતે ઉછેર કરે અને તેને યોગ્ય વળતર પણ મળતું રહે.તો સરકાર નો મુખ્ય ધ્યેય આ છે.
આઈ ખેડૂત પશુપાલન યોજના નું લિસ્ટ
આ પણ વાંચો:
- ટ્રેક્ટર સબસીડી સહાય યોજના ગુજરાત
- પીએમ કૃષિ ઉડાન યોજના
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
- પ્રધાનમંત્રી કુસુમ યોજના
આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 માં કોણ કોણ લાભ લઈ શકે – Eligibility Of Yojana
આ યોજના માટે માટે કેટલીક શરતો અને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પાત્રતા હોવી જરૂરી છે:
- વ્યક્તિ અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગ નો હોવો જરૂરી છે.
- જનરલ કેટેગરી ના વ્યક્તિને પણ આ યોજના નો લાભ મળે છે.
- મહિલા વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
- અરજદારની ઉંમર ૧૮ વર્ષથી નીચે ના હોવી જોઈએ.
યોજના માટે મળવાપાત્ર લાભ – Pashupalan Loan Yojana 2023 Gujarat Benefits
- ગાય ભેંસ વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
- મરઘાં પાલન તાલીમાર્થી સ્ટાઇપેન્ડ
- કેટલ શેડ,પાણીના ટાંકા બનાવવા માટેની સહાય
- મહિલા લાભાર્થીઓને બકરાં એકમ સ્થાપના માટે સહાય
- પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય
આઈ ખેડૂત પશુપાલન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Pashupalan Loan Yojana Gujarat Documents
આઈ ખેડૂત પશુપાલન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- બેન્ક એકાઉન્ટ
- પશુપાલન કરતા હોય તેનો દાખલો
- જાતિનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- પાસપોર્ટ ફોટો
- મોબાઈલ નંબર
- દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
પશુપાલન ઓનલાઇન અરજી કેવી રીતે કરવી – Apply Online Pashupalan Yojana Gujarat
આ યોજના માં અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:
સૌપ્રથમ I-Khedut Portal ગૂગલ માં સર્ચ કરવાનું રહેશે.
ત્યાર પછી નીચે મુજબ ચિત્ર માં જોઈ શકાય છે:
ઉપરોક્ત ઇમેજ પ્રમાણે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી નવું પેજ ખુલશે.
ઉપર મુજબ જિલ્લો પસંદ કરી સબમિટ કરવાનું રહેશે ત્યાર પછી નવું પેજ ખુલશે.
ઉપરોક્ત ઇમેજ પ્રમાણે તમારે યોજના સિલેક્ટ કરીને આગળ પ્રોસેસ કરવાની રહશે.
ત્યાર પછી છેલ્લે અરજી સબમિટ કરીને પ્રિન્ટ કરી લેવાની રહેશે.
તો ઉપર મુજબ ના સ્ટેપથી તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો.
Pashupalan Yojana Gujarat 2023 Important Links
આ પણ વાંચો:
- આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
- આદિજાતિ લેપટોપ સહાય યોજના
- ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું?
આઈ ખેડૂત પશુપાલન યોજના માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs
પ્ર.1 : પશુપાલન વિભાગનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શું છે?
જ : પશુપાલન વિભાગનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 079-25503832
પ્ર.2 : ખેડૂત પશુપાલન યોજના માં કુલ કેટલી સહાય મળે છે?
જ : આ યોજનામાં સાધનો અથવા આર્થિક રીતે સહાય મળે છે.
પ્ર.3 : કેટલી ઉંમરના વ્યક્તિ અરજી કરી શકે છે?
જ : આ યોજનામાં ૧૮ વર્ષથી ઉપરની વ્યક્તિઓ અરજી કરી શકે છે.
પ્ર.4 : ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ પર ભરવાના?
જ : I-Khedut Portal પર આ યોજના ના ફોર્મ ભરાશે.