જન સમર્થ પોર્ટલ શું છે ? | જન સમર્થ પોર્ટલ પર લોન માટે અરજી કેવી રીતે કરવી? ,જરૂરી દસ્તાવેજો | Jan Samarth Portal In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

જન સમર્થ પોર્ટલ : આ પોર્ટલ પરથી 13 સરકારી યોજનાઓ હેઠળ લોન લેવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જેમાં શિક્ષણ, કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ધંધા અને આજીવિકા લોનનો સમાવેશ થાય છે.  લોનની અરજીથી લઈને તેની મંજૂરી સુધીની તમામ કામગીરી જન સમર્થ પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 જૂન 2022 માં રોજ ​​ક્રેડિટ-લિંક્ડ સરકારી યોજનાઓ માટે ‘જન સમર્થ પોર્ટલ’ લોન્ચ કર્યું છે.  આ પોર્ટલ થી સરકારી યોજના ની લોન લેવાનું સરળ બની જશે. 13 સરકારી યોજનાઓ હેઠળ લોન લેવા માટે આ જન સમર્થ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.  હાલમાં ચાર કેટેગરીની લોન માટે અરજી કરવાની સુવિધા આપી છે. 

#Ad

જેમાં શિક્ષણ, કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ ધંધા અને આજીવિકા લોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોનની અરજીથી લઈને તેની લોન ની મંજુરી સુધી બધું જ જન સમર્થ પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે.  લોન માટે અરજી કરનાર પોર્ટલમાં તેમની લોનની સ્થિતિ પણ ચેક કરી શકશે. જો અરજદારોને કોઈ પણ સમસ્યા હોય તો તેઓ ઓનલાઈન ફરિયાદ પણ કરી શકશે. સરકારે આ પોર્ટલ પર 125 થી વધુ લોન આપનારાઓને ભેગા કર્યા છે.

જન સમર્થ પોર્ટલ શું છે? (What is Jan Samarth Portal?)

જન સમર્થ પોર્ટલ એક ડિજિટલ પોર્ટલ છે જ્યાં 13 ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ રાખવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા, લોન લેવા ઇચ્છુક વ્યક્તિઓ સરળતાથી તેમની યોગ્યતા ચેક કરી શકે છે. જો ઉધાર લેનાર લોન માટે પાત્ર હશે તો તે પોર્ટલ પર પણ અરજી કરી શકશે. આ સાથે, તેને હાથોહાથ ડિજિટલ મંજુરી પણ મળશે. આ સાથે, કોઈપણ અરજદાર અરજી કર્યા પછી તેની લોનની સ્થિતિ પણ ચેક કરી શકે છે.

જન સમર્થ પોર્ટલ ની હાઈલાઈટ

પોર્ટલ નું નામ

#Ad

જન સમર્થ પોર્ટલ

કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પોર્ટલ શરૂ કરવાનો ઉ્દેશય

#Ad

સરળતા થી લોન મેળવી શકે

અરજી નો પ્રકાર

ઓનલાઇન

સતાવાર વેબસાઈટ

#Ad

https://www.jansamarth.in/home

જન સમર્થ પોર્ટલ કેવી રીતે અરજી કરવી? (Jan Samarth Portal registration)

અત્યારે આ પોર્ટલ પર લોન માટે ચાર કેટેગરી બનાવવામાં આવી છે.  આ કેટેગરીઓના નામ એજ્યુકેશન લોન, એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન, બિઝનેસ એક્ટિવિટી લોન અને આજીવિકા લોન છે. દરેક લોન શ્રેણી હેઠળ કેટલીક યોજનાઓ રાખવામાં આવી છે. જે કેટેગરી હેઠળ લાભાર્થી લોન લેવા માંગે છે, તેણે પહેલા તેને ફોર્મ ભરવું પડશે અને સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપવા પડશે. જો તમે કોઈપણ યોજના માટે પાત્ર હશો, તો તમે ઓનલાઈન અરજી કરી શકશો. આ પછી તમે ડિજિટલ મંજૂરી મેળવી શકશો.

આ પણ વાંચો :

જન સમર્થ પોર્ટલ પર લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો (Required Documents)

લોન મેળવવા માટે સામાન્ય રીતે ઘણા જરૂરી દસ્તાવેજોની જરૂર પડે છે.  આ દસ્તાવેજોમાં ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ , બેંક સ્ટેટમેન્ટ, આધાર કાર્ડ જેવા મુખ્ય ડોક્યુમેન્ટ્સ નો સમાવેશ થાય છે.  જો તમે લોન માટે અરજી કરવા માંગો છો, તો તમારે આ ઑનલાઇન દસ્તાવેજો રજુ કરવા પડશે.

#Ad

જન સમર્થ પોર્ટલ પર અરજી નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? (How to check status of application in Jan Samarth Portal)

કોઈપણ વ્યક્તિ જન સમર્થ પોર્ટલ દ્વારા લોન લઈ શકે છે, પરંતુ તે વ્યક્તિને લોન મળશે કે નહીં તે પાત્રતાના આધારે નક્કી કરવામાં આવશે.  જો તમે લોન માટે પાત્ર છો તો તમને લોન મળી શકે છે. 

આ સાથે, તમે આ પોર્ટલ દ્વારા લોન અરજીની સ્થિતિ પણ ચેક કરી શકો છો. તમારી લોન કયા સ્ટેજમાં છે તેની માહિતી પણ તમને મળશે. આ માટે, અરજદારે રજિસ્ટ્રેશન ની વિગતો ભરીને લોગીન કરવું પડશે, આ સ્થિતિ ચેક કરવા માટે, ડેશબોર્ડ પરની My Application ટેબ પર ક્લિક કરો.

3 દિવસમાં સમસ્યાનું નિરાકરણ આવશે

સરકાર ના જણાવ્યા પ્રમાણે અરજદારની ફરિયાદનો ત્રણ દિવસમાં નિકાલ કરવામાં આવશે. નિષ્ણાતોના મતે, જન સમર્થ પોર્ટલ પર અરજદારની સાથે, બેંકો અને વિવિધ નાની-મોટી ધિરાણ સંસ્થાઓ પણ ઉપલબ્ધ હશે, જેઓ લોન માટે જે તે અરજદાર ની અરજી પર તેમની મંજૂરી આપશે. હાલમાં, બેંકો સહિત 125 થી વધુ નાણાકીય સંસ્થાઓ આ પોર્ટલ સાથે જોડાયેલ છે.

આ પણ વાંચો :

#Ad

Leave a Comment