ગુજરાત આદિજાતિ લોકો પાસે ધંધો કરવા ના હેતુથી લેપટોપ કે કોમ્પ્યુટર ખરીદવા માટે પૂરતાં પૈસા નથી અને જેઓ લેપટોપ નથી ખરીદી શકતા તેમના માટે સરકાર દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે આ યોજના શરૂ કરવામાં આવી છે તો તેના વિશે આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું. તો લાસ્ટ સુધી આર્ટિકલ વાંચજો.
લેપટોપ/કમ્પ્યુટર સહાય યોજના શું છે? – Laptop Sahay Yojana In Gujarati
આ યોજના થકી ગુજરાત ના ST કેટેગરીના લોકોને પ્રોત્સાહન સ્વરૂપે કુલ ૧,૫૦,૦૦૦ ની રકમ લેપટોપ ખરીદવા મળે છે. આ રકમથી લોકો સારી કવોલિટી અને ગુણવત્તા વાળું લેપટોપ ખરીદી શકે છે. તેમજ તેઓ પણ વ્યવસાય ક્ષેત્રે ટોચ લેવલની સિદ્ધિ પ્રાપ્ત કરે તેના લીધે આ લોન સહાય યોજના શરૂ કરવામાં આવી છે.
યોજના નો હેતુ – Objective Of Laptop Sahay Yojana
આ યોજના નો મૂળ હેતુ એ છે કે પછાત અને અંતરિયાલ વર્ગના લોકો લોન સ્વરૂપે સહાય થી લેપટોપ/કોમ્પ્યુટર ખરીદી શકે તેમજ તે પણ કોમ્પ્યુટર ક્ષેત્રે અને વિજ્ઞાન ક્ષેત્રે ટોચ લેવલે પહોંચે તેવા હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. તો ગુજરાત સરકાર નો મુખ્ય ધ્યેય આર્થિક રીતે મદદ કરવાનો છે.
લેપટોપ સહાય યોજના માં કોણ લાભ લઈ શકે છે – Laptop Sahay Yojana Eligibility
ગુજરાત સરકાર દ્વારા મજુર તેમજ પછાત વર્ગોના લોકો નવો ધંધો ખોલી શકે અને આગળ વધે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે તો આ યોજના માટે જરૂરી કેટલીક શરતો નીચે મુજબ છે:
- લાભાર્થી ST કેટેગરી નો હોવો જરૂરી છે.
- ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- આદિજાતીનું યોગ્ય પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- વિદ્યાર્થીની ઉંમર 18 થી 55 વર્ષની હોવી જરૂરી છે.
- કુટુંબ માં કોઈ સભ્ય સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ.
- વર્ષિક આવક ગ્રામ્ય સ્તરે ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ અને શહેરી સ્તરે ૧,૫૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
- કોમ્પ્યુટર ની તાલીમ લીધેલ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- લાભાર્થી આદિજાતિ હોવા અંગે નો પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
આ પણ વાંચો:
- જાણો ફ્રી શીપ કાર્ડ કેવી રીતે કઢાવવું
- ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે અરજી કેવી રીતે કરવી ?
- નેશનલ સ્કોલરશીપ પોર્ટલમા અરજી કેવી રીતે કરવી ?
લેપટોપ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ – Laptop Sahay Yojana Benefits
લેપટોપ/કોમ્પ્યુટર સહાય અંતર્ગત નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:
- આદિજાતિ લોકો ને લેપટોપ ખરીદવા માટે ૧,૫૦,૦૦૦ ની મર્યાદા માં લોન મળવાપાત્ર થશે.
- કુલ ધિરાણ ના 10% અરજદારે ચૂકવવાના રહશે.
- વાર્ષિક 4% વ્યાજ તેમજ જો હફતો ચુકી જાય તો તેના 2% અલગ થી ચુકવવાના રહેશે.
કમ્પ્યુટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ – Computer/Laptop Sahay Yojana Required Documents
લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:
- અરજદાર નું આધારકાર્ડ
- ST કેટેગરી અંગેનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- રેશન કાર્ડ
- પાસપોર્ટ ફોટો
- બેન્ક પાસબુક
- જો દિવ્યાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
લેપટોપ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી – Laptop Sahay Yojana Online Application
- સૌ પ્રથમ આદિજાતિની ઓફિશ્યિલ વેબસાઈટ aadijatinigm.com ખોલો.
- ત્યાર પછી હોમે પેજ પર “Apply For Loan” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે “GTDC” નામનું નવું પેજ ઓપન થશે.
- જો તમે પ્રથમ વખત અરજી કરતા હોય તો “New Register” પર ક્લિક કરવાનું રહેશે.
- લોગીન id બનાવ્યા બાદ id અને password નાખીને લોગીન કરવાનું રહેશે.
- ત્યાર પછી “My Application” પર ક્લિક કરવાનું રહેશે.
- “Apply Now” પર ક્લિક કર્યા પછી વિવિધ યોજનાઓ જોવા મળશે તેમાં “Self Employment” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી શરતોને વાંચી “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
- અરજદારે બધી જ વિગતો ભરીને છેલ્લે સબમિટ કરવાનું રહેશે.
- સબમિટ કર્યા પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.
ઉપરના સ્ટેપ થી તમે જાતે પણ અરજી કરી શકો છો.
આ પણ વાંચો:
યોજનાની મહત્વપૂર્ણ લિંક્સ:
લેપટોપ સહાય યોજના માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs
પ્ર.1 : લેપટોપ સહાય યોજના માં કુલ કેટલી સહાય મળે છે?
જ : આ યોજના માં કુલ ૧,૫૦,૦૦૦ સુધી ની સહાય મળવાપાત્ર થશે
પ્ર.2 : કેટલી વર્ષના લોકો લાભ લઈ શકે છે?
જ : ૧૮ વર્ષથી ઉપરની વ્યક્તિઓ અરજી કરી શકે છે
પ્ર.3 : કઈ કેટેગરીના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે?
જ : અનુસૂચિત જનજાતિના (ST) લોકો આ યોજના નો લાભ લઈ શકે છે.