Manav Kalyan Yojana 2023 : આ લેખ માં તમને માનવ કલ્યાણ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણવા મળશે જેવી કે આ યોજના નો લાભ કોણ લઈ શકે, યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ, માનવ કલ્યાણ યોજના હેઠળ કયા ૨૮ વ્યવસાય માટે સાધનો આપવામાં આવે છે અને માનવ કલ્યાણ યોજના માટે અરજી કેવી રીતે કરવી.
માનવ કલ્યાણ યોજના શું છે? (What is Manav Kalyan Yojana in Gujarati)
આર્થિક રીતે પછાત અને ગરીબ લોકો/કારીગરો તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે તેના માટે સરકાર દ્વારા આ માનવ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજના માં શાકફાજી વેચનાર, દરજી કામ કરનાર, કડિયા કામ કરનાર વગેરે 28 ટ્રેડ માં નાના પ્રકાર ના વેપાર/ધંધા કરતા નબળા સમાજ ના લોકો ને આ માનવ કલ્યાણ યોજના ખુબજ ઉપયગી છે.
માનવ કલ્યાણ યોજના હાઈલાઇટ – Manav Kalyan Yojana Gujarat Highlight
યોજના નું નામ | માનવ કલ્યાણ યોજના (Manav Kalyan Yojana) |
આયોગ નું નામ | કુટીર અને ગ્રામોદ્યોગ |
લાભાર્થી | નવો ધંધો શરૂ કરવા ઇચ્છુક ગુજરાત નાગરિક |
મળવાપાત્ર સહાય | વ્યવસાય માટે સાધન સહાય |
સતાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે વેબસાઇટ | અહી ક્લિક કરો |
જિલ્લા હેલ્પલાઈન નંબર | Helpline Number |
માનવ કલ્યાણ યોજનાનો હેતુ
નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે અને તેનો ધંધો સરળતા થી ચાલુ કરી શકે અથવા તેના ચાલુ કામ ને વધુ સારી રીતે આવક ઊભી કરી શકે.
માનવ કલ્યાણ યોજના માટે પાત્રતા અને માપદંડ (Eligibility And Criteria Of Manav Kalyan Yojana)
1) ઉંમર
૧૬ થી ૬૦ વર્ષ સુધી ના લોકો આ યોજના માં અરજી કરી શકે છે અને જેતે ધંધા કે રોજગાર વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય મેળવી શકે છે.
2) આવક મર્યાદા
ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો નો જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગ ની યાદી માં સમાવેશ થયેલો હોવો જોઈએ, એવા લાભાર્થીઓ ને આવક નો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
અથવા
જે કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકો આ યોજના નો લાભ લઇ શકે છે. તેવા લોકો ને મામલતદાર કચેરી અથવા તાલુકા મામલદાર અધિકારી નો આવક નો દાખલો આપવો ફરજિયાત છે.
માનવ કલ્યાણ યોજના માં કઈ સહાય મળે છે? (Benefits Of Manav Kalyan Yojana)
માનવ કલ્યાણ યોજના હેઠળ ૨૮ વ્યવસાય માટે સાધનો આપવામાં આવે છે જે નીચે મુજબ તમે જોઈ શકો છો.
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
- રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી માટે)
માનવ કલ્યાણ યોજના માટે જરૂરી દસ્તાવેજ (Required Documents Of Manav Kalyan Yojana)
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
- અરજદારના જાતી નો દાખલો
- વાર્ષિક આવકનો દાખલો
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
- એકરારનામું
માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? (How To Apply Online For Manav Kalyan Yojana)
Step 1 : સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
Step 2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
Step 3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.
Step 4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.
Step 5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.
મહત્વૂર્ણ લિંક્સ | |
સતાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે વેબસાઇટ | અહી ક્લિક કરો |
જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર લિસ્ટ | લિસ્ટ જુઓ |
Whatsapp ગ્રુપ માં જોડાવ | Join Now |
Telegram ગ્રુપ માં જોડાવ | Join Now |
માનવ કલ્યાણ યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્ન્નો – FAQs
પ્રશ્ન 1 : માનવ કલ્યાણ યોજના મળવા પાત્ર સહાય શું છે?
જવાબ : માનવ કલ્યાણ યોજના હેઠળ કયા ૨૮ પ્રકાર ના વ્યવસાય માટે સાધનો આપવામાં આવે છે.
પ્રશ્ન 2 : માનવ કલ્યાણ યોજના અરજી કેવી રીતે કરવી?
જવાબ : તમે ઑફિસિયલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ ઉપર જઈ ને રજિસ્ટ્રેશન કરી ને અરજી કરી શકો છો.