નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ, ડોક્યુમેંટ્સ, અરજી પ્રક્રિયા | Niradhar Vrudh Pension Yojana Gujarat 2024 Form Download, Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

ગુજરાત રાજ્ય માં નિરાધાર વૃદ્ધ ને 60 વર્ષ થઈ ગયા છે તો સરકાર દ્વારા તેને  માસિક રૂપિયા 1000 સુધી સહાય મળવાપાત્ર છે. જે યોજના નું નામ વૃદ્ધ પેન્શન યોજના છે. ગુજરાતમાં વૃદ્ધોને આર્થિક રીતે મદદ મળી રહે તે હેતુથી આ યોજના નિયામક, સમાજ સુરક્ષા ખાતા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. 

નિરાધાર વૃદ્ધ સહાય યોજના શું છે? સરકાર દ્વારા કેટલી સહાય મળે છે? જરૂરી ડોક્યુમેંટ્સ અને અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી આ આર્ટિકલ માં તમને જોવા મળશે તો લાસ્ટ સુધી આર્ટિકલ વાંચો.

#Ad
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના

Niradhar Vrudh Sahay Yojana In Gujarati – નિરાધાર વૃદ્ધ સહાય યોજના શું છે?

આ યોજના નિરાધાર વૃદ્ધ માટે એક આશાકારક નીવડે અને આર્થિક મદદ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે vrudh sahay yojana શરૂ કરી છે અને વૃદ્ધોને પેંશન સ્વરૂપે આ યોજના નો લાભ મળે છે તેમજ આ યોજના માં સરકાર દ્વારા માસિક પેંશન 700 થી વધારીને 1000 રૂપિયા પણ કર્યું છે.

નિરાધાર વૃદ્ધ સહાય યોજના 2024 હાઈલાઈટ – Vrudh Pension Yojana Gujarat Highlight

યોજના નું નામનિરાધાર વૃદ્ધ પેન્શન યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા
વિભાગનિયામક સમાજ કલ્યાણ વિભાગ
લાભાર્થીગુજરાત ના વૃદ્ધ નિરાધાર વ્યક્તિ
મળવાપાત્ર સહાયમાસિક રૂપિયા 1000 ની સહાય
સત્તાવાર વેબસાઇટ https://sje.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર7923256309

યોજના નો હેતુ – Objective Of Niradhar Vrudh Sahay Yojana

Vrudh Pension Yojana Gujarat થકી ગુજરાતના નિરાધાર વૃદ્ધ લોકો ને આર્થિક રીતે મદદ મળે અને તેઓ પણ પોતાની રીતે પગભર રહીને જીવન પસાર કરે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ તેઓ પણ આર્થિક રીતે ભૌતિક સગવડ મેળવી શકે અને સારી રીતે જીવન જીવી શકે.

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના 2024 માટે કોણ લાભ લઈ શકે – Eligibility Of Yojana

નિરાધાર વૃદ્ધ લોકો માટે ગુજરાત સરકાર દ્વારા પેંશન સ્વરૂપે આ યોજના શરૂ કરવામાં આવી છે તો આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પાત્રતા હોવી જરૂરી છે:

#Ad
  • ૬૦ કે તેથી વધું ઉંમરની વ્યક્તિ હોવી જરૂરી છે.
  • 21 વર્ષ કે તેથી વધુ ઉમર નો પુત્ર ના હોય
  • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત માં રહેતાં હોય.
  • પુત્ર અસ્થિર મગજનો,કેન્સર કે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોય તો તેવા વૃદ્ધ આ યોજના નો લાભ લઈ શકે છે.
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય સ્તરે ૧,૨૦,૦૦૦ અને શહેરી સ્તરે ૧,૫૦,૦૦૦ કરતાં વધું ના હોવી જોઈએ.
  • જો અરજદાર દિવ્યાંગ હોય (૭૫ ટકા) અને તેની ઉંમર 45 વર્ષથી વધું હોય તો પણ તે અરજી કરી શકે છે.
  • ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને મળે

આ પણ વાંચો:

યોજના માટે મળવાપાત્ર લાભ- Niradhar Vrudh Sahay Yojana In Gujarat Benefits

નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે:

  • આ vrudh sahay yojana gujarat માં જે નિરાધાર વૃદ્ધ લોકો છે તેમને સરકાર દ્વારા માસિક પેંશન સ્વરૂપે ૧૦૦૦ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.
  • ૮૦ કે તેથી વધું ઉંમરની વ્યક્તિ ને માસિક રૂપિયા ૧૨૫૦/- મળવાપાત્ર રહેશે.
  • આ યોજનામાં વૃદ્ધ દંપતિને બંને ને સહાય મળે છે.

વૃદ્વ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ – Vrudh Sahay Yojana Required Document 

વૃદ્ધ પેન્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:

વૃદ્ધ પેન્શન સહાય માટે અરજી કેવી રીતે કરવી? – Vrudh Pension Yojana Gujarat Apply Online 

  • Vrudh Pension Yojana Gujarat માટે અરજી કરવા માટે ફોર્મ તમને જિલ્લા કલેકટર કચેરી, તલાટી ની ઓફીસ અથવા ગ્રામ પંચાયતમાં મળી જશે.
  • નીચે આપેલી લીંક દ્વારા પણ તમે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. Download Form
  • ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં થી તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેમાં VCE હશે તે તમને ઓનલાઈન અરજી કરી આપશે.
  • ઓનલાઇન ફોર્મ ભરી દીધા બાદ તમારે તે ભરાયેલ ફોમની પ્રિન્ટ કઢાવીને અરજી મામલતદાર ઓફિસમાં આપવાની રહેશે.
  • ત્યારબાદ તમારા બધા જ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે અને ત્યાં ત્યારબાદ મંજુર અથવા ના મંજૂર કરવામાં આવશે તે માટે તમને મેસેજ આવી જશે.
  • જો તમારી અરજી મંજૂર થઈ જાય તો તમને તમારા ડાયરેક્ટ બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થવાનું ચાલુ થઈ જશે.
  • અને જો તમારી અરજી ના મંજૂર કરવામાં આવે તો તમે 60 દિવસની અંદર મામલતદાર કચેરીએ જઈને અપીલ કરી શકો છો.

Vrudh Pension Yojana In Gujarat Form Pdf Download – નિરાધાર વૃદ્ધ સહાય યોજના ફોર્મ Download

વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ PDF Download

#Ad

ઉપર મુજબ ની લિંક થી તમે vrudh pension yojana form download કરી શકો છો.

આ પણ વાંચો:

નિરાધાર વૃદ્ધ સહાય યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ:

વૃદ્ધ સહાય યોજના સત્તાવાર વેબસાઇટhttps://sje.gujarat.gov.in
વૃદ્ધ સહાય યોજના ફોર્મડાઉનલોડ કરો
હેલ્પલાઈન નંબર7923256309
Whatsapp ગ્રૂપમાં જોડાઓઅહીં ક્લિક કરો

વૃદ્ધ સહાય યોજના માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

પ્ર.1 :નિરાધાર વૃદ્ધ સહાય યોજના માં કુલ કેટલી સહાય મળે છે?

જ : માસિક રૂપિયા ૭૦૦ થી ૧૦૦ સુધી સહાય મળે છે.

#Ad

પ્ર.2 : આ vrudh sahay yojana gujarat માં કેટલી ઉંમરના વ્યક્તિઓ લાભ લઈ શકે છે?

જ : ૬૦ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ લાભ લઈ શકે છે.

પ્ર.3 : વૃદ્ધ પેન્શન યોજના નું ફોર્મ ક્યાંથી મેળવી શકાશે?

જ: ઉપરની લિંક થી તમે ફોર્મ Download કરી શકો છો અથવા તમારા ગ્રામ પંચાયતના VCE પાસે થી પણ મેળવી શકો છો.

#Ad

પ્ર.4 : Vrudh Pension Yojana Gujarat નો હેતુ શું છે?

જ: નિરાધાર વૃદ્ધ વ્યક્તિ પોતાની રીતે પગભર રહીને જીવન પસાર કરી શકે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે.

Source And Reference

Leave a Comment