1 કરોડ પરિવાર ના ઘરે લાગશે સોલર પેનલ : પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના | Pradhan Mantri Suryoday Yojana 2024 In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Pradhan Mantri Suryoday Yojana In Gujarati : આપણા દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને જેવો વીજળીની સમસ્યાથી પરેશાન થાય છે જેમાં કે વીજળીનું બિલ વધારે આવવું અને ક્યારેક વીજળી કપાઈ પણ જાય છે. હવે સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 1 કરોડ ગરીબ પરિવારોના ઘર ની છત પર સોલાર લગાવવામાં આવશે જેમાં વીજળીની સમસ્યાઓ દૂર થઈ જશે.

તો આ લેખમાં જાણીએ કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે તેનો લાભ કોણ લઈ શકે છે તેના માટે જરૂરી દસ્તાવેજો શું છે અને યોજના માટે અરજી કેવી રીતે કરવી? આ બધી વસ્તુ જાણવા માટે તમે આ લેખને અંત સુધી વાંચજો.

#Ad
Pradhan Mantri Suryoday Yojana In Gujarati, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે? – Pradhan Mantri Suryoday Yojana In Gujarati

પીએમ સૂર્યોદય યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક યોજના છે જેમાં દેશના કુલ 1 કરોડ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવાર ના ઘરની છત ઉપર સોલાર લગાવવામાં આવશે જેની મદદથી તે પરિવારના વીજળીના બિલમાં ઘટાડો અને વીજળી પૂરતી માત્રા માં મળી રહે તેના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

યોજના હાઈલાઇટ – Yojana Highlight

યોજના નું નામપ્રધાનમંત્રી સૂર્યોદય યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીકેન્દ્ર સરકાર
યોજના ક્યારે શરૂ કરવામાં આવી22 જાન્યુઆરી 2024
લાભાર્થીગરીબ અને આર્થિક રીતે નબળા પરિવાર
મળવાપાત્ર સહાયઘર ની છત પર સોલર 
સતાવાર વેબસાઇટજણાવવામાં આવશે

યોજના નો હેતુ

આ યોજનાનો ઉદ્દેશ્ય ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાનો છે.

આ પણ વાંચો :

#Ad

યોજના માટે કોણ લાભ લઈ શકે

આ યોજના માટે અરજી કરવા માટે, કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જે નીચે મુજબ છે –

  • અરજદારો ભારતના વતની હોવા જોઈએ,
  • અરજદાર પરિવારની વાર્ષિક આવક ₹1 લાખથી ₹1.50 લાખથી વધુ ન હોવી જોઈએ,
  • પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.

ઉપરોક્ત તમામ યોગ્યતાઓને પૂર્ણ કરીને, તમે આ યોજના માટે અરજી કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ના ફાયદા – PM Suryodaya Yojana Benefits In Gujarati

PM Suryodaya Yojana માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.

  • કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડ ગરીબ પરિવારના ઘરોની છત ઉપર સોલાર લગાવવામાં આવશે
  • વીજળીના બિલમાં બચત થશે
  • 24 કલાક વીજળી મળી રહેશે
  • પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ
  • સરકાર દ્વારા સબસીડી પણ મળશે
  • 25 વર્ષ સુધી સોનાર પેનલ માટે તમારે મેન્ટેનન્સ ની જરૂર પડતી નથી

જરૂરી ડોક્યુમેંટ્સ – PM Suryodaya Yojana Documents Gujarati

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

#Ad
  • આધાર કાર્ડ
  • વીજળી બિલ
  • આવક નો દાખલો
  • મોબાઇલ નંબર
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • રેશન કાર્ડ

આ પણ વાંચો :

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ https://solarrooftop.gov.in  ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
  • પછી તમારે Apply For Solar Rooftop બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે અરજી કરવા માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં તમારો રાજ્ય અને જિલ્લો પસંદ કરી, વીજળી નું બિલ નંબર નાખવાના રહેશે.
  • વીજળીના બિલની અને તમારી બધી માહિતી ભર્યા બાદ સોલાર પેનલ ની વિગત ભરવાની રહેશે.
  • હવે તમારા છતમાં કેટલા વિસ્તારમાં તમે સોલાર લગાવવા માંગો છો તે લખો.
  • તમારા છતના એરિયાના ક્ષેત્રફળ મુજબ તમારે સોલાર પેનલ પસંદ કરવાની રહેશે.
  • ઉપરની તમામ માહિતી ભર્યા બાદ તમારી અરજી સબમીટ કરવાની રહેશે.
  • આ અરજી કર્યા બાદ સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે 30 દિવસ ની અંદર સબસીડી ની રકમ તમારા બેન્ક ખાતામાં જમા કરશે.

યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://solarrooftop.gov.in
Email ID[email protected]
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો

આ પણ વાંચો :

યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે અને કોણ લાભ લઈ શકે?

જ :  પીએમ સૂર્યોદય યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક યોજના છે જેમાં દેશના કુલ 1 કરોડ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવાર ના ઘરની છત ઉપર સોલાર લગાવવામાં આવશે. 

પ્ર.2 : પીએમ સૂર્યોદય યોજના માટે અરજી કરવા માટે વેબસાઇટ શું છે?

જ : પ્રધાનમંત્રી સૂર્યની યોજના https://solarrooftop.gov.in આ વેબસાઇટ થી અરજી કરવાની રહેશે. 

#Ad

Sources And References

Leave a Comment