Rajkot City Police E Challan: તમે રાજકોટ માં રહો છો અને તમારે ચેક કરવું છે કે તમારે ટ્રાફિક ના નિયમ ભંગ બદલ કેટલો Rajkot City Police Memo કે દંડ આવ્યો છે તો તે તમે હવે ઓનલાઇન e memo rajkot ચેક કરી શકો છો. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ઈ ચલણ માટે તમે ઓનલાઇન rajkotcitypolice.co.in વેબસાઇટ ઉપર ચેક કરી શકો છો.
જો તમારા વાહનમાં કોઈ ઓનલાઇન મેમો આવ્યો હોય અને તમે તે ભરવા માંગતા હોય તો તમે તે ઓનલાઈન પણ તમારું ચલણ ભરી શકો છો. તો આજના લેખમાં આપણે જાણીશું કે ટ્રાફિક ના નિયમ ભંગ બદલ Rajkot માં e Challan ભરવું હોય તો કેવી રીતે ભરવું.
રાજકોટ સિટી માં ટ્રાફિક ઈ- મેમો કેવી રીતે ચેક કરવો? – Rajkot City Police Memo Online Check
- રાજકોટ શહેર પોલીસનું ઇ ચલણ ભરવા માટે, તમે વેબસાઇટ પર ક્લિક કરી શકો છો: https://www.rajkotcitypolice.co.in
- ત્યારબાદ તમારો વાહન નંબર દાખલ કરો: GJ00-AA-0000
- પછી બીજા પેજમાં તમે રાજકોટ સિટીમાં જે પણ જગ્યાએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેનો સીસીટીવી કેમેરા નો ફોટો તમને દેખાશે અને કેટલા પૈસા ભરવાના છે તે પણ દેખાશે.
- તે બધી માહિતી તમે જોઈ શકો છો.
- વેબસાઇટ પર ઉપલબ્ધ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ સુવિધા જેવી વિવિધ ચુકવણી પદ્ધતિ ઑનલાઇન ચૂકવો
- રાજકોટ સીટી પોલીસ વેબસાઈટની મદદથી ઓનલાઇન મેમો કેવી રીતે ભરવો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે સમજાવેલ છે.
આ પણ વાંચો: ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો
રાજકોટમાં ઓનલાઇન ઈ ચલણ કેવી રીતે ભરવું? – Rajkot City Police Memo Online Pay
રાજકોટ માં આપણે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે થી ચલણ છરી શકીએ છીએ. ઓનલાઇન માં પણ અલગ રીતે થી મેમો ભરી શકીએ છીએ.
Rajkot City Police વેબસાઇટ દ્વારા e-Challan કેવી રીતે ભરવું?
સૌપ્રથમ તમારે રાજકોટ સીટી પોલીસ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://www.rajkotcitypolice.co.in
- ત્યારબાદ તમારા તમારા વાહન નંબર દાખલ કરવાના રહેશે.
- પછી તમારી સામે મેમોની બધી ડિટેલ્સ જોવા મળશે.
- ત્યારબાદ તમને જોવા મળશે તમને કેટલા મેમો આવ્યા છે.
- જે પણ મેમો તમે ભરવા માંગો છો તેને સિલેક્ટ કરવાનું રહેશે અને તેમાં તમારે લાઇસન્સ નંબર નાખવાના રહેશે.
- ત્યારબાદ મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી નાખીને Pay Now નું ઓપ્શન જોવા મળશે તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે.
પરિવહન વેબસાઇટ દ્વારા ઈ ચલણ કેવી રીતે ભરવું? – Pay Rajkot Traffic Police Fines and e-Challans Via echallan.parivahan.gov.in
પરીવાહનના સરકારી પોર્ટલનો ઉપયોગ કરીને, તમે રાજકોટ ઈ-મેમો ઓનલાઈન ચૂકવી શકો છો. અહીં સામેલ પગલાંઓ પર એક ઝડપી નજર છે:
https://echallan.parivahan.gov.in પર પરીવાહન વેબસાઇટની મુલાકાત લો
ત્યારબાદ Pay Online નું બટન પર ક્લિક કરો.
એક નવું પેજ દેખાશે, જ્યાં તમારે તમારા વાહન નંબર અથવા ચલણ નંબરની વિગતો ભરવાની રહેશે.
ત્યારબાદ CapTcha ભરી ને ‘Get Details’ વિકલ્પ પર ક્લિક કરો, અને તમારી માહિતી સ્ક્રીન પર દેખાશે.
ત્યારબાદ પેમેન્ટ ચુકવણી વિકલ્પ પસંદ કરો અને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા તમારી ચુકવણી કરી શકો છો.
રાજકોટ સિટીમાં ઓફલાઇન ઈ ચલણ કેવી રીતે ભરવું? – Pay Rajkot Traffic Police Fines and e-Challans offline
તમે રાજકોટ માં ઓનલાઇન પણ ટ્રાફિક પોલીસ દંડ અને ઈ-ચલણ ભરી શકો છો જે નીચે પ્રમાણે જણાવેલ છે.
- તમારા શહેરની નજીકની RTO અથવા ટ્રાફિક પોલીસ અથવા ઓફિસની મુલાકાત લો.
- તમારા ટ્રાફિક ચલણ અથવા ઈ-ચલાનની અસલ નકલ સાથે રાખો.
- જરૂરી માહિતી પ્રદાન કરો જેમ કે તમારો વાહન નોંધણી નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને વ્યક્તિગત વિગતો.
- ઓફિસ જઈ ને તમે રકમ રોકડમાં અથવા ચેક દ્વારા ચૂકવી શકો છો.
- ચલણ ભારે ગયા પછી તેની રીસીપ્ટ લઈ લો અને સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખી દો.
વધુમાં, જો તમને ટ્રાફિક દંડ અને ઈ-ચલાન સંબંધિત કોઈ શંકાઓ અથવા પ્રશ્નો હોય, તો તમે RTO અથવા ટ્રાફિક પોલીસ ઑફિસના અધિકારીઓને સ્પષ્ટતા માટે પૂછી શકો છો.
આ પણ વાંચો:
રાજકોટ સિટી પોલીસ ઈ ચલણ માટે મહત્વપૂર્ણ લિંક્સ
ચલણ ભરવા માટે વેબસાઇટ | https://www.rajkotcitypolice.co.in https://echallan.parivahan.gov.in |
હેલ્પલાઈન નંબર | 0281 2472484 |
e-Mail ID | [email protected] |
વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
જવાબ : રાજકોટ સિટી માં ઓનલાઇન ચલણ ભરવાની વેબસાઇટ https://www.rajkotcitypolice.co.in છે.
જવાબ : હા
જવાબ : જો તમે તમારું ટ્રાફિક ચલણ ભરશો નહીં તો તમારા દંડને વધારવામાં આવશે અથવા તો તમારું લાઈસન્સ પણ રદ કરવામાં આવશે અને વાહન ડીટેઇન પણ થઈ શકે છે. અને તમારી સામે આરટીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
જવાબ : તમે રાજકોટ સીટી પોલીસની ઓફિસિયલ વેબસાઈટ અથવા તો તમે કેન્દ્ર સરકારની પરિવહન જીઓવી વેબસાઈટ ઉપર જઈને ચલણ ભરી શકો. અથવા તો તમે નજીકની આરટીઓ કચેરી અથવા ટ્રાફિક પોલીસની ઓફિસે રૂબરૂ જઈને રોકડા અથવા ચેક દ્વારા તમે તમારું ટ્રાફિક ચલણ ઓફલાઈન ની ચુકવણી કરી શકો છો.