તમે કોઈ પણ જગ્યાએ ઓનલાઇન અરજી કરશો તો તેમાં સરનામાં તેમજ અન્ય પુરાવા માટે રેશન કાર્ડ ની જરૂર પડતી હોય છે. પરંતુ ઘણા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ કાયમી સ્થળાંતર કરે છે. તો કાયમી સ્થળાંતર કરવાથી રેશનકાર્ડ માં સરનામું સુધારવું પડે છે. સરનામાં માં ફેરફાર કરવાથી તમે જે વિસ્તારમાં સ્થળાંતર કાર્યું છે તે વિસ્તરમાં સસ્તાભાવની દુકાનેથી સરળતાથી અનાજ મળી શકે છે.
તો રેશનકાર્ડ માં સરનામાં માં કેવી રીતે ફેરફાર કરવો તેમજ તેના માટે અરજી કેવી રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ દ્વારા જાણીશું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.
રેશન કાર્ડમાં સરનામું બદલવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ:
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- વ્યાજબી ભાવ ની દુકાનદાર નો રદ કરેલ રેશનકાર્ડ માં સિક્કો
- આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ
- જ્યાં સરનામું બદલ્યું હોય તે રહેઠાણ નો પુરાવો
રેશન કાર્ડમાં સરનામું બદલવા ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?
- અરજદારે સૌપ્રથમ ઓફલાઈન અરજી ફોર્મ ભરવું પડશે.
- આ ફોર્મ માં જરૂરી વિગત જેવી કે નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહશે.
- આ વિગતો ભર્યા પછી ઉપર જણાવ્યા મુજબ ના ડોકયુમેન્ટ ની નકલ બીડવાની રહશે તેમજ ઓરીજનલ ડોકયુમેન્ટ પણ લઈ જવાના રહશે.
- આ ફોર્મ તમારા તાલુકા પંચાયત માં જઈ ને આપવાનું રહેશે. ત્યાર પછી એક કે બે દિવસો પછી રેશનકાર્ડ માં નામ કમી થઈ જશે.
રેશનકાર્ડ માં સરનામું બદલવાં માટે નું ફોર્મ: Download કરો
આ પણ વાંચો: રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો માત્ર 1 મિનિટ માં
રેશનકાર્ડ માં સરનામું બદલવાં ઓનલાઈન અરજી પ્રક્રિયા
રેશનકાર્ડ માં સરનામું બદલવાં માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો જે નીચે મુજબ છે:
- સૌ પ્રથમ ડિજિટલ ગુજરાત ઓફિશ્યિલ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx ઓપન કરો.
- ઉપર મુજબ પેજ ખુલશે તેમાં ‘Citizen Service” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી ઉપર મુજબ “Change in Address and other details in Ration card” પર ક્લિક કરવાનું રહેશે.
- ઉપર જણાવ્યા મુજબ “Continue To Service” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને Continue પર ક્લિક કરવાનું રહેશે.
- ઉપર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ને આગળ પ્રોસેસ કરવાની રહશે.
- ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાય કરીને સબમિટ કરવાનું રહેશે.
- ઓનલાઈન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોકયુમેન્ટ જોડીને મામલદાર કચેરીએ જવાનું રહેશે.
જો તમે ઓનલાઈન અરજી ના કરી શકતા હોવ તો એનરોલમેન્ટ સેન્ટર માં ઓફલાઈન પણ ફોર્મ ભરાવી ને રેશન કાર્ડ મેળવી શકો છો.
વારંવાર પૂછતાં પ્રશ્નો:
પ્ર.1: રેશન કાર્ડ માં સરનામું બદલવાં ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ માં કરવી?
જ : રેશનકાર્ડ માં સરનામું બદલવાં https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx પર ઓનલાઈન અરજી કરી શકો છો.
પ્ર.2: રેશન કાર્ડ માં સરનામું બદલવાં ઓફલાઈન અરજી ક્યાં કરવી?
જ: ઓફલાઈન અરજી તાલુકા કક્ષાએ એનરોલમેન્ટ સેન્ટરે કરવાની રહશે.
પ્ર.3: રેશનકાર્ડ માં સરનામું અપડેટ થતાં કેટલો સમય લાગી શકે છે?
જ : રેશનકાર્ડ માં સરનામું અપડેટ થતા ૧ થી ૭ દિવસનો સમય લાગી શકે છે.