ગુજરાતમાં ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે સમાજમાં લોકો એકબીજાની દેખાદેખી માં લગ્ન માં ઘણો ખર્ચાઓ કરતા હોય છે. તેમજ તેમની પાસે એટલા પૈસા ના હોવા છતાં પણ વ્યાજે પૈસા લાવીને ખોટા ખર્ચા કરે છે અને આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓ વેઠે છે. તો આવી આર્થિક વિકટ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે તેના કારણે સરકાર દ્વારા માઈ રમાબાઈ આંબેડકર સાતફેરા સમૂહ લગ્ન યોજના બહાર પાડવામાં આવી. આ યોજના ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિ ના લોકો માટે છે.
તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના માં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.
માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના
સમાજ માં થતા લગ્નમાં બિન જરૂરી ખર્ચ અટકાવાવ માટે ગુજરાત સરકાર દ્વારા “માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન” યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના થકી સામુહિક લગ્ન કરનાર યુગલને રૂ.12,000/- અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૩૦૦૦/- લેખે વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦ ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
યોજનાનું નામ | માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
વિભાગ | નિયામક અનુસૂચિત જાતી કલ્યાણ |
લાભર્થી | અનુસૂચિત જાતિ ના લગ્ન કરનાર યુગલ |
મળવાપાત્ર સહાય | વધુ માં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધીની મર્યાદામાં સહાય |
સત્તાવાર વેબસાઇટ | esamajkalyan.gujarat.gov.in |
હેલ્પલાઈન નંબર | 07923259061 |
યોજનાનો હેતુ
માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં થતા લગ્ન સમયે ખર્ચને અટકાવવાનો છે. આ યોજના થકી સમૂહ લગ્ન માં ભાગ લેનાર યુગલ દીઠ રૂ.૭૫,૦૦૦/- સુધી સહાય આપવામાં આવતી હોય છે. આ યોજનાથી ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતી ના યુગલ ને લગ્ન કરવા માટે ખર્ચ કરવો પડતો નથી. તેમજ આ યોજના થકી યુગલોને ભેટ પણ આપવામા આવે છે.
સાત ફેરા સમૂહ લગ્ન યોજનામાં કોણ ભાગ લઈ શકે?
આ યોજના માટેની શરતો અને પત્રતા નીચે મુજબ છે:
- આ યોજનાનો લાભ ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિઓને જ મળવાપાત્ર થશે.
- આ યોજનામાં આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી સ્તરે રૂ.૬,૦૦,૦૦૦/- સુધીની છે.
- પુનઃ લગ્નના કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
- લગ્ન સમયે કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઈએ.
- લગ્ન થયેથી ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
- સમૂહલગ્ન માં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવર બાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બને યોજનાઓ હેઠળ લાભ મળવાપાત્ર રહેશે.
યોજનામાં મળવા પાત્ર લાભ
આ યોજનામાં નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:
- સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ રૂ.૧૨,૦૦૦/- કન્યાને નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- આપવામાં આવે છે.
- વધુમાં વધુુ રૂ.૭૫,૦૦૦/- ની મર્યાદામાં સહાય આપવામાં આવતી હોય છે.
સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ
આ યોજના માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:
યુગલે રજુ કરવાના ડોકયુમેન્ટ્સ
- આધારકાર્ડ
- સરનામા નો પુરાવો (રેશનકાર્ડ,લાઈટબિલ,ભડાકરાર, ચૂંટણીકાર્ડ) પૈકી કોઈ પણ એક
- લગ્નની કંકોત્રી
- સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર
- કન્યાના પિતાનો આવકનો દાખલો
- યુવક યુવતીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ઉંમરનો કોઈ પણ પુરાવો
- જાતિનું પ્રમાણપત્ર
- બેન્ક પાસબુક
સંસ્થાના રજુ કરવાના ડોકયુમેન્ટ્સ
- જિલ્લા નાયબ નિયામક ને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર
- સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
- આમત્રંણ પત્રિકા
- બેન્ક પાસબુક
માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:
- સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
- ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે
- ઉપર જણાવ્યા પ્રમાણે “New User” પર ક્લિક કરવાનું રહેશે. તેમજ સૌપ્રથમ નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ત્યાર બાદ નવું રજીસ્ટ્રેશન કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે.
- ઉપર જણાવ્યા પ્રમાણે બધીજ તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
- ઉપર મુજબ બધી જ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી Id અને Password તમારા મોબાઈલ માં આવશે.
- ત્યાર પછી તે Id અને Password થી ઉપર દર્શાવ્યા પ્રમાણે લોગીન કરવાનું રહેશે.
- ત્યાર પછી નીચે મુજબ બધીજ યોજનાઓ જોવા મળશે.
- ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- તે યોજના પર ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે નવું પેજ ઓપન થશે.
- ઉપર જણાવ્યા પ્રમાણે “OK” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- “OK” બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ઓપન થશે.
- ઉપર જણાવ્યા પ્રમાણે અરજદારે પોતાની બધી જ વિગતી ભરવાની રહેશે.
- આ બધી વિગતોમાં દર્શાવ્યા પ્રમાણે “અરજદારની વ્યક્તિગત માહિતી”, ” આરજદારની અન્ય વિગતો”, “ડોકયુમેન્ટ અપલોડ” અને લાસ્ટ માં “એકરારનામુ” વગેરે જેવી વિગતો ભરવાની રહેશે.
- ત્યાર પછી લાસ્ટ “Save Application” પર ક્લિક કરીને અરજી સબમિટ કરવાની રહશે.
- અરજી સબમિટ કરશો એટલે “અરજી નંબર” જનરેટ થશે. આ અરજી નંબર થી અરજદાર પોતાની અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકે છે.
આ પણ વાંચો:
યોજનાની મહત્વપૂર્ણ લિંક્સ:
સત્તાવાર વેબસાઇટ | Samaj Kalyan |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
હેલ્પલાઈન નંબર | 7923256959 |
Whatsapp Group માં જોડાઓ | અહીં ક્લિક કરો |
માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs
પ્ર.1: માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના માં કુલ કેટલી સહાય મળે છે?
જ : આ યોજનામાં કુલ રૂ.૭૫,૦૦૦/- સુધી સહાય આપવામાં આવે છે.
પ્ર.2: આ યોજનાનો મુખ્ય હેતુ શું છે?
જ : આ યોજનાનો મુખ્ય હેતુ સમાજ માં થતાં લગ્ન માં ખોટા ખર્ચા દૂર કરવાનો છે.
પ્ર.3: આ યોજનાના ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરી શકાય છે?
જ : આ યોજનાના ઓનલાઈન ફોર્મ Samaj Kalyan પરથી ભરી શકાય છે.