શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના | Accidental Death Assistance Scheme In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

બાંધકામ વ્યવસાય માં જોડાયેલા શ્રમિકો નું ચાલુ કામ ના સ્થળે અકસ્માત મૃત્યુ થાય અથવા કાયમી અપંગતતા જોવા મળે તો ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા તેમના વારસદાર ને આર્થિક સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. 

આ લેખ માં અકસ્માત મૃત્યુ સહાય યોજના શું છે? મળવા પાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટિકલ છેલ્લે સુધી વાંચવા વિનંતી.

#Ad
શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના

શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના શું છે? – Akasmat Mrityu Sahay Yojana In Gujarati

ગુજરાત માં રહેતા અને બાંધકામ ક્ષેત્ર માં જોડાયેલ શ્રમયોગી નું કામ ના સ્થળે મૃત્યુ થાય અથવા કાયમી અપંગતતા જાણવા મળે તો તેના પરિવાર ને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત દ્વારા રૂ 3 લાખ ની આર્થિક સહાય આપવામાં આવશે. 

યોજના નું નામશ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના
વિભાગબાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત
લાભાર્થીગુજરાત ના બાંધકામ શ્રમિકો
મળવાપાત્ર સહાયરૂ 3 લાખ (મૃત્યુ – અકસ્માત સહાય)
સતાવાર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર079-25502271

શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના ના નિયમો – Rules Of Accidental Death Assistance Scheme In Gujarat

શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ અથવા ન નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

  • અકસ્માત થયેલ લાભાર્થીના ઉંમર 18 થી 60 વર્ષ દરમિયાન અકસ્માત થયેલ હોવો જોઈએ તે જ યોગ્ય ગણાશે.
  • અકસ્માત મૃત્યુ પામ્યા ની તારીખથી મૃત્યુ પામનાર બાંધકામ સમિતના વારસદારને એક વર્ષની નિયતમય મર્યાદા ની અંદર જિલ્લા કચેરીએ અરજી કરવાની રહેશે.
  • બાંધકામ શ્રમિકનો ગુજરાતના કોઈપણ સ્થળે ચાલુ કામે અથવા બાંધકામના સ્થળ ઉપર અકસ્માત થયેલ હોવો જોઈએ.
  • અકસ્માત અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી હોવી જોઈએ અને એફઆઇઆર ની નકલ અને પંચનામાની નકલ રજૂ કરવાની રહેશે.
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ રજૂ કરવાની રહેશે.
  • કાયમી અપતા ના કિસ્સામાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે.
  • જો અવસાન પામેલ હોય તો શ્રમિકના પત્ની અથવા વારસદારે મૃત્યુનું પ્રમાણપત્ર.
  • DISH કચેરી દ્વારા અકસ્માત અથવા મૃત્યુનો અહેવાલ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જિલ્લા કચેરીએ આપવાનો રહેશે.
  • પેઢીનામુ અને વારસદાર નું સંમતિ પત્રક પણ આપવાનું રહેશે.
  • અરજદારના બેંકની પાસબુક પણ આપવાની રહેશે.

આ પણ વાંચો :

#Ad

યોજના માટે મળવાપાત્ર લાભ – Akasmat Mrutyu Sahay Yojana Benefits

શ્રમયોગી આકસ્મિક મૃત્યુ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.

બાંધકામ શ્રમિક ના કાયમી અપંગતતા અથવા મૃત્યુ ના કિસ્સા માં વારસદાર ને રૂ 3 લાખ ની સહાય આપવામાં આવશે.

યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Required Documents Of Akasmat Mrityu Sahay Yojana

શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • અરજી ફોર્મ
  • અરજદાર નો ઓળખ નો પુરાવો
  • મૃત્યુ પામનાર શ્રમિક નો ઓળખ નો પુરાવો
  • મરણનું પ્રમાણપત્ર
  • પોલીસ પંચનામાં અથવા એફઆરઆઇ ની નકલ
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ
  • સોગંદનામુ અથવા તલાટીનું પેઢીનામું (ડાઉનલોડ કરો)
  • સંમતિ પત્રક (ડાઉનલોડ કરો)
  • અરજદારના બેંકની માહિતી
  • નિયામક ઉદ્યોગ સલામતી અને આરોગ્ય કચેરી નો અહેવાલ (પ્રોજેક્ટ મેનેજર કક્ષાએ રજૂ કરવાનો રહેશે)

યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Apply Online For Yojana Gujarat

અરજદાર https://sanman.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે. 

#Ad

આ પણ વાંચો :

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.inhttps://sanman.gujarat.gov.in 
અરજી ફોર્મડાઉનલોડ કરો 
Helpline number079-25502271
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : શ્રમયોગી આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે? 

જ :  શ્રમયોગી નું કામ ના સ્થળે મૃત્યુ થાય અથવા કાયમી અપંગતતા જાણવા મળે તો તેના પરિવાર ને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત દ્વારા રૂ 3 લાખ ની આર્થિક સહાય આપવામાં આવશે.

પ્ર.2 : મૃત્યુ પામેલ શ્રમયોગી ની ઉમર કેટલી હોવી જોઈએ? 

#Ad

જ : અકસ્માત થયેલ લાભાર્થીના ઉંમર 18 થી 60 વર્ષ દરમિયાન અકસ્માત થયેલ હોવો જોઈએ તે જ સહાય મેળવવા માટે યોગ્ય ગણાશે.

પ્ર.3 : શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

જ : અરજદાર https://sanman.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે. અથવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જિલ્લા કચેરીએ જઈને અરજી કરી શકે છે.

Sources And References

Leave a Comment